ભાજપ બે તૃતીયાંશ બેઠકો મેળવીને ઈતિહાસ રચવા જઈ રહી છે. આ અહેવાલમાં જાણો ગુજરાતની જીતમાં નરેન્દ્ર મોદી કરતા આગળ નીકળનાર ભૂપેન્દ્રભાઈ પટેલ……..ગુજરાતમાં ભાજપ સતત સાતમી વખત સત્તામાં આવે તેવી શક્યતાઓ પ્રબળ બની છે. ભાપજમાં બે તૃતાયાંશ બેઠકો મેળવીને ઈતિહાસ રચવા જઈ રહી છે. ગુજરાતમાં ખૂબ જ સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફરી એકવાર રાજ્યનું નેતૃત્વ કરશે. 12 ડિસેમ્બરે ફરીથી મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.
આખી સરકાર બદલવાનો નિર્ણય કર્યો
મુખ્યમંત્રી બન્યા બાદ ભાજપે રાજ્યમા આખી સરકાર બદલવાનો નિર્ણય કર્યો ત્યારે મુખ્યમંત્રી પદ માટે ભૂપેન્દ્ર પટેલની પસંગીએ સૌને ચોંકાવી દીધા. પાર્ટીએ વિજય રૂપાણીના સ્થાને ભૂપેન્દ્ર પટેલની પસંદગી કરી હતી. મુખ્યમંત્રી પદની રેસમાં ભૂપેન્દ્ર પટેલ, તત્કાલીન નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અન્ય ઘણા લોકો હતા.
બહાર બહુ ઓછા લોકો ભૂપેન્દ્ર પટેલને ઓળખતા હતા
સર્વેક્ષણો અનુસાર સપ્ટેમ્બર 2021 માં મુખ્યમંત્રી બન્યા તે પહેલા અમદાવાદની બહાર બહુ ઓછા લોકો ભૂપેન્દ્ર પટેલને ઓળખતા હતા. પાર્ટીની અંદર પણ ઘણા લોકો તેમનાથી પરિચિત ન હતા.
ગુજરાતમાં પાટીદાર જાતિનું પ્રભુત્વ છે
ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવતા લોકપ્રિય ચહેરો છે. ગુજરાતમાં પાટીદાર જાતિનું પ્રભુત્વ છે અને તેમાં મોટી સંખ્યામાં મતદારો છે. રાજ્યના રાજકારણ પર તેમનો પ્રભાવ છે શિક્ષણ, રિયલ્ટી અને સહકારી ક્ષેત્રોમાં તેમનો પ્રભાવ છે. પાટીદાર અનામત આંદોલનને કારણે 2017 માં ભાજપ 99 બેઠકો પર આવી ગયું હતું. પાર્ટીએ 1995 પછી સૌથી ઓછી બેઠકો જીતી છે.
પાટીદાર નેતાને પ્રમોટ કર્યા
ગુજરાતમાં ભાજપ માટે પાટીદાર સમાજનો વિશ્વાસ પાછો મેળવવો જરૂરી હતો. પાર્ટીએ પાટીદારોનાં પેટા જુથના કડવા પાટીદાર ભૂપેન્દ્ર પટેલને પ્રમોટ કરીને અને પછી તેમને મુખ્ય પ્રધાન પદનો ચહેરો બનાવીને કડવા પાટીદાર સમુદાયને આકર્ષવાની યોજના બનાવી હતી.