કોરોનાની મહામારી વચ્ચે વેક્સિનને લઈ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેને એક ઝટકો આપ્યો છે. WHOના પ્રમુખ ટ્રેડોસ અધનોમે મંગળવારે એક નિવેદનમાં કહ્યું કે, કોવિડ 19 માટે જે વેક્સિન પર કામ ચાલી રહ્યું છે, તેની કોઈ ગેરંટી લઈ શકાતી નથી કે તે કામ કરશે કે નહીં.
WHOના ચીફે એક વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં કહ્યું કે, અમે તેની કોઈ ગેરંટી નથી આપી શકતાં કે દુનિયાભરમાં જે વેક્સિન વિકસિત કરવામાં આવી રહી છે, તે વાસ્તવમાં કામ કરશે. અમે અનેક વેક્સિન કેન્ડિડેટ્સને ટેસ્ટ કરીએ છીએ. વધારે આશા એ છે કે, આપણને એક સુરક્ષિત અને પ્રભાવશાળી વેક્સિન મળી જશે. આગળ તેઓએ કહ્યું કે, અત્યારે લગભગ 200 વેક્સિન ક્લિનિકલ અને પ્રી ક્લિનિકલ ટેસ્ટિંગમાં છે. વેક્સિન નિર્માણનો ઈતિહાસ આપણને જણાવે છે કે અમુક વેક્સિન સફળ રહે ઠે તો અમુક નિષ્ફળ પણ રહે છે.
જણાવી દઈએ, WHOએ ગ્લોબલ વેક્સિન એલાયન્સ ગ્રૃપ, GAVI અને એપિડેમિક્સ પ્રીપેયર્ડનેસ ઈનોવેશન્સ માટે ગઠબંધન (CEPI)ની સાથે મળીને એક મિકેનિઝમ તૈયાર કર્યું છે. જેથી ભવિષ્યમાં જરૂરિયાતમંદ દેશોને સમાન રીતે વેક્સિન ઉપલબ્ધ કરાવી શકાય. WHOએ પોતાની આ યોજનાને કોવૈક્સ નામ આપ્યું છે. WHO ચીફે કહ્યું કે, કોવેક્સ મારફતે સરકાર ન ફક્ત પોતાના વેક્સિન ડેવલપમેન્ટનો પ્રચાર કરી શકશે, પણ તે દેશમાં લોકોને એક પ્રભાવશાળી વેક્સિન પણ મળી શકશે.