- આ કેસ અભૂતપૂર્વ છે અને કોઈપણ કોર્પોરેશનમાં કોઈ નાણાકીય લાભ સામેલ નથી.: ટ્રમ્પ
વોશિગ્ટન,
અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુશ્કેલી ફરી એકવાર વધી ગઇ છે. અમેરિકાને મહાન દેશ બનાવવાની વાતો કરતા ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીએ ટેક્સ ફ્રોડ કર્યો છે. આ અંગે કોર્ટની એક બેચે જણાવ્યું હતું. એક અહેવાલ અનુસાર ડોનાલ્ડ ટ્રપની કંપનીને મેનહેટ્ટન અપાર્ટમેન્ટ અને લક્ઝરી કારો જેવા ભથ્થા પર ટેક્સ ભરવાથી બચવા માટે કંપનીના કર્મચારીઓના અધિકારીઓની મદદ કરવા બદલ છેતરપિંડી કરવા માટે દોષી જાહેર કરવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પની બંને કંપનીને આ અંગે દોષી ઠેરવવામાં આવી છે. ટેક્સ ફ્રોડમાં ફસાઇ ટ્રમ્પની કંપનીઓ ટેક્સ ફ્રોડમાં ફસાઇ ટ્રમ્પની કંપનીઓ ડોનાલ્ડ ટ્રમ્પની કંપની પર ચાલી રહેલા ટેક્સ ફ્રોડ કેસમાં જ્યુરી સભ્યો દ્વારા ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશનની બે કોર્પોરેટ કંપનીઓને તમામ ૧૭ બાબતોમાં દોષી ઠેરવવામાં આવી છે. જેમાં ખોટા બિઝનેસ રેકોર્ડ્સ ફાઇલ કરવાના ષડયંત્રના આરોપોનો સમાવેશ થાય છે. બે દિવસની લગભગ ૧૦ કલાકની ચર્ચા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યુરી સભ્યોએ આ કેસની સુનાવણીમાં નોંયું છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની બંને કંપનીઓએ એપાર્ટમેન્ટ્સ, લક્ઝરી કાર, નોકરીના ભથ્થાં અને કંપનીના દસ્તાવેજો પર આવકવેરો ચૂકવ્યો ન હતો અને આ માટે કંપનીના દસ્તાવેજો સાથે છેડછાડ કરવામાં આવી હતી. ન્યૂયોર્ક સરકારના અધિકારીઓનું કહેવું છે કે, ટ્રમ્પ પર લાગેલા તમામ આરોપો સાચા સાબિત થયા છે અને હજૂ પણ છેલ્લા ત્રણ વર્ષથી ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓ પર ચાલી રહેલી તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી ચૂકવણીમાં અનિયમિતતા મળી આવ્યા બાદ શરૂઆતમાં આ તપાસ નાના સ્તરે શરૂ થઈ હતી, પરંતુ જેમ જેમ તપાસ આગળ વધી તેમ તેમ વધુ અનિયમિતતાઓ બહાર આવી હતી.
રિપોર્ટ અનુસાર, હવે ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓને ૧.૬ મિલિયન ડોલર સુધીનો દંડ થઈ શકે છે. મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગે જણાવ્યું હતું કે, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિની કંપનીઓ હવે ગુના માટે દોષિત છે. તેના પરિણામો દર્શાવે છે કે, મેનહટનમાં અમારી પાસે બધા માટે ન્યાયનું ધોરણ સમાન છે. ડોનાલ્ડ ટ્રમ્પની કંપનીઓ ટેક્સ ફ્રોડમાં દોષી સાબિત થવી એ ટ્રમ્પ માટે એક મોટો ફટકો છે, કારણ કે, તેમણે ગયા મહિને જ ૨૦૨૪ની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે દાવો રજૂ કર્યો હતો અને પાર્ટીની અંદર કેટલાક અન્ય પ્રમુખપદના દાવેદારો પણ છે, તેથી ટ્રમ્પ માટે પોતાની જાતને પ્રમાણિક ઉમેદવાર તરીકે સાબિત કરવા મુશ્કેલ હશે.
ડોનાલ્ડ ટ્રમ્પે આપેલા એક નિવેદનમાં જણાવ્યું છે કે, આ કેસ અભૂતપૂર્વ છે અને કોઈપણ કોર્પોરેશનમાં કોઈ નાણાકીય લાભ સામેલ નથી. ન્યુ યોર્ક સિટી ’ટ્રમ્પ’ બનવું તે પૂરતું મુશ્કેલ છે. ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના નિવેદનમાં પોતાને ’પીડિત’ બનાવવાની કોશિશ કરી છે અને તેમણે એવું બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, તેમની વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ડોનાલ્ડ ટ્રમ્પની રાજનીતિ આવી જ રહી છે. જ્યુરી સભ્યોનો આ નિર્ણય પહેલાથી જ અનેક કેસોમાં ફસાયેલા ડોનાલ્ડ ટ્રમ્પને નવા કાયદાકીય સંકટમાં ધકેલી રહ્યો છે. બેમહિના પહેલા લોરિડામાં ડોનાલ્ડ ટ્રમ્પના માર-એ-લાગો ઘર પર રેડ કરવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ગુપ્ત દસ્તાવેજો એકત્રકરવામાં આવ્યા હતા, જેના માટે ટ્રમ્પ વિરુદ્ધ એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે.