નકલી દવાઓના ગોરખ ધંધાએ માઝા મૂકી છે તેવા સમયે ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સક્રિય થશે …???

દે.બારીયા,

કોરોનાકાળ બાદ ગોલમાલ ચરમસીમાએ પહોંચી અને નકલી દવાઓનો વેપલાએ માઝા મૂકી છે. જેના કારણે હવે સરકાર આ અંગે કડક વલણ અપનાવવાનું મન બનાવ્યું છે. નકલી દવાઓનો વેપાર રોકવા માટે સરકારે નવો નિયમ બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે દવાઓના પેકેટસ પર પણ બારકોડ લાગશે. આ બારકોડ લાગશે ત્યારે લાગશે પણ હાલમાંં નકલી દવાઓનું વેચાણ ફ્રુડ એન્ડ ડ્રગ્સ વિભાગના મેળાપીપણાથી ધમધોકાર ચાલી રહ્યું છે. તેનું શું ? તેને કોણ રોકશે તે મોટો યક્ષ પ્રશ્ન છે.

દવાઓના વેચાણ સતત વધી રહ્યો છે. જેથી ગોરખધંંધા કયાંંક સસ્તી દવાઓને મોંધા ભાવે વેચવાના કૌભાંંડ થતા હોય છે. તો કયાંક અસલી દવાઓના બદલે નકલી દવાઓ પધરાવી દેવાના કૌભાંડ સોમ આવ્યા છે. ગુજરાતમાં આ પ્રકારે મેડીકલ સેકટરમાંં થતી હોય છે. તેમાંં શંંકાના સ્થાન નથી. જેના કારણે હવે સરકારે આ અંગે કડક વલણ અપનાવ્યું છે. નકલી દવાઓનું વેપાર રોકવા માટે સરકારે નવો નિયમ અપનાવવાનો નિર્ણય કર્યો છે. દવાઓમાંં ઉપયોગમાં લેવાતા એકિયા ફર્માસ્યુનિકલ ઈન્ગોડિયન્ટસ પર બારકોડ મુકવાનું ફરજીયાત બનાવ્યું છે. ભારતના સ્વાસ્થ્ય મંંત્રાલયે દેની અંદર વેચવામાંં આવતી દવાઓ પર બારકોડ ફરજીયાત લગાવવાના શીડયુલને એચર સાથે જોડયું છે. સરકારનું કહેવું છે કે, આ નિર્ણયથી મેન્યુફેકચરીંગ અને સપ્લાયર્સ ચેઈન દ્વારા અધિકૃતા અને ફેસીબીલીટીની ખાતરી કરશે આ બારકોડમાંં પ્રોડકટ આઈડેન્ટીફિટેશન્સ કોડ દવાનું યોગ્ય અને સામન્ય નામ બ્રાન્ડ નામ ઉત્પાદનનું નામ અને સરનામું બેન્ચ નંબર ઉત્પાદનની તારીખ સામેલ છે. દવાનો જથ્થો દવાની એકસપાયરી ડેટ અને મેન્યુફેકચરીંગ લાઈસન્સ નંંબર સહિતની તમામ માહિતી જોવા મળશે. સરકાર આ પહેલને ભારતભરના કેમીસ્ટ આઉટ લેટ્સ પર પ્રમોટ કરવાની યોજના ધરાવે છે. આ નિયમ લાવવા માટે સરકારે ડ્રગ એન્ડ કોસ્મીટીકસ એકટ 1940માંં સુધારો કર્યો છે. આના અંતર્ગત દવા બનાવતી કંપનીઓ માટે દવાનો ઉઈ કોડ લગાવવો ફરજીયાત રહેશે. તેમણે શીડયુલ H2/QK કોડ મુકવો પડશે. કેન્દ્રીય આરોગ્ય મંંત્રાલયે ગયા મહિને ડ્રગ્સ એન્ડ કોસમેટીક રૂલ્સ 1945 (ડ્રગ્સ એન્ડ કોસ્મેટીક રૂલ્સ 1945)માં સુધારો કરીને ટોચની 300 બ્રાન્ડની દવાઓ પર બારકોડ ફરજીયાત બનાવ્યો હતો અને તેમાં નવું શીડયુલ H2 ઉમેર્યું હતું. આ પગલાનો હેતુ મેન્યુફેકચરીંગ અને સપ્લાયર્સ ચેઈન દ્વારા અધિકૃતતા અને ફેસીબીલીટી સુનિશ્ર્ચિત કરવાનો છે. આ નિયમ 1 ઓગસ્ટ 2023 થી લાગુ થશે.