- મત ગણતરી સ્થળે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકોની મત ગણતરી ગોધરા છબનપુર એન્જીનિયરીંગ કોલેજ ખાતે સવારે-8.00 કલાકે હાથ ધરવામાં આવશે. જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા તૈયારીઓ પુરી કરવામાં આવી છે. સાથે ચુંટણી પરિણામો સમયે કોઈ અનિચ્છનીય ધટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
પંંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર આજે ગોધરા છબનપુર એન્જીનિયરીંગ કોલેજ ખાતે સવારે 8.00 વાગ્યાના સમયે મત ગણતરી હાથ ધરવામાં આવશે. પંંચમહાલની કાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ફતેસિંહ ચૌહાણ અને કોંંગ્રેસના પ્રભાતસિંહ ચૌહાણ વચ્ચે ટકકર રહેશે. હાલોલ વિધાનસભા બેઠક ઉપર ભાજપ ઉમેદવાર જયદ્રથસિંહ પરમાર અને અપક્ષ ઉમેદવાર રામચંદ્ર બારીયા વચ્ચે ટકકર રહેશે. ગોધરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સી.કે.રાઉલજી અને કોંગ્રેસના ઉમેદવાર રશ્મિતાબેન ચૌહાણ વચ્ચે ટકકર રહેશે. શહેરા બેઠક ઉપર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસના ખાતુ પગી વચ્ચે સીધી ટકકર રહેશે. મોરવા(હ) બેઠક ઉપર ભાજપના નિમિષાબેન સુથાર અને કોંંગ્રેસના સ્નેહલતાબેન ખાંટ વચ્ચે ટકકર રહેશે.
ગોધરા છબનપુર એન્જીનિયરીંગ કોલેજ ખાતે યોજાનાર મત ગણતરી માટે 450 થી 500 કર્મચારીઓ કામગીરી કરશે. જ્યારે આવશ્યક સેવા માટે 300 કર્મચારી ફરજ બજાવશે. મતદાન મથકે પહેલા બેલેટ મત ગણતરીની હાથ ધરાશે. શહેરા બેઠક 293 બુથ 14 ટેબલ ઉપર 21 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. મોરવા(હ) બેઠક 255 બુથ માટે 14 ટેબલ ઉપર 19 રાઉન્ડની મત ગણતરી કરાશે. ગોધરા બેઠકના 299 બુથ 14 ટેલબના ઉપર 22 રાઉન્ડમાં મત ગણતરી હાથ ધરાશે. કાલોલ બેઠક 316 બુથ 14 ટેબલ 23 રાઉન્ડ ગણતરી કરાશે. હાલોલ બેઠકના 347 બુથની 14 ટેબલ ઉપર 245 રાઉન્ડમાં મત ગણતરી પૂર્ણ કરશે.
ગોધરા છબનપુર ખાતે મત ગણતરીના સ્થળે જીલ્લા ચુંટણી તંત્ર દ્વારા પોલીસ સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો.
બોકસ: કેટલા ટેબલ પર મતગણતરી….
- શહેરા બેઠક 293 બુથ 14 ટેબલ – 21 રાઉન્ડ
- મોરવા હડફ 255 બુથ 14 ટેબલ – 19 રાઉન્ડ
- ગોધરામાં 299 બુથ 14 ટેબલ – 22 રાઉન્ડ
- કાલોલ 316 બુથ 14 ટેબલ – 23 રાઉન્ડ
- હાલોલ 347 બુથ 14 ટેબલ – 24 રાઉન્ડ