શહેરા,
શહેરા તાલુકાના બીલીયા ફુલા બારીયાના મુવાડા ગામે રહેતા ફરિયાદીને આરોપીએ તું બીજા પક્ષનો કાર્યકર છે. તેમ કહી તેના ધરે જઈને મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ફરિયાદ નોંધાઈ.
પ્રાપ્ત વિગતો મુજબ શહેરા તાલુકાના બીલીયા ફુલા બારીયાના મુવાડા ગામે રહેતા સોમાભાઈ અર્જુનભાઈ બારીયાને આરોપી ભરતભાઈ મોતીભાઈ બારીયાએ તું બીજા પક્ષનો કાર્યકર છે. તેમ કહી તારા ટાંટીયા ભાગી નાખીશ. તેમ કહી અન્ય ત્રણ ઈસમો સાથે તેમના ધરે જઈ લાકડી વડે તેમજ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.