ભારતની એક પ્રમુખ સાયન્ટિસ્ટે કહૃાું છે કે દેશને ૨૦૨૧માં કોરોના વાયરસની વેક્સિન મળી શકે છે, પરંતુ તમિલનાડુના વેલ્લોરના ક્રિશ્ર્ચિયન મેડિકલ કૉલેજમાં માઇક્રોબાયોલોજીની પ્રોફેસર અને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની ગ્લોબલ એડવાઇઝરી કમેટી ઑન વેક્સિન સેટીની સભ્ય ગગનદીપ કાંગે વેક્સિનેશનને લઇને ચિતા વ્યક્ત કરી છે. તેમણે કહૃાું કે, ૧.૩ અબજ લોકોને સુરક્ષિત રીતથી વેક્સિન આપવી દેશ માટે સૌથી મોટો પડકાર હશે.
પ્રોફેસર ગગનદીપ કાંગ જુલાઈ ૨૦૨૦ સુધી ભારત સરકારની એક કમેટીમાં પણ સામેલ હતા જે દેશમાં વેક્સિન તૈયાર કરવાના રસ્તા શોધે છે. એક રિપોર્ટ પ્રમાણે, પ્રોફેસર ગગનદીપ કાંગે કહૃાું છે કે બાળકો અને પ્રેગ્નેન્ટ મહિલાઓ ઉપરાંત અન્ય લોકોના વેક્સિનેશન માટે ભારતની પાસે સ્થાનિક સ્તર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. પ્રોફેસર ગગનદીપ કાંગે કહૃાું કે, વર્ષના અંત સુધી આપણી પાસે એ ડેટા હશે કે કઈ વેક્સિન કામ કરી રહી છે અને કઈ નહીં. જો સારું પરિણામ મળે છે તો ૨૦૨૧ના પહેલા ત્રિમાસિકગાળામાં આપણી પાસે કેટલાક પ્રમાણમાં વેક્સિન ઉપલબ્ધ હશે અને બીજી ત્રિમાસિકગાળામાં વધારે પ્રમાણમાં.
માઇક્રોબાયોલૉજીની પ્રોફેસરે કહૃાું કે, આપણી પાસે ઘરડા લોકો અને ખાસ કરીને હાઈ રિસ્ક કેટેગરીના લોકોને વેક્સિન આપવા માટે સ્ટ્રક્ચર નથી. તમામ ઉંમરના લોકોને વેક્સિન આપવા માટે સિસ્ટમ તૈયાર કરવી પડકારજનક કામ હશે. તો પ્રોફેસરે ભારતમાં ટેસ્ટિંગની રણનીતિ પર ચિતા વ્યક્ત કરી.
તેમણે કહૃાું કે, અનેક જગ્યાઓ પર એન્ટીઝન અને આરટી-પીસીઆર ટેસ્ટની અદલા-બદલી કરીને લોકોની તપાસ કરવામાં આવી રહી છે, એ સમજમાં નથી આવતુ. તેમણે કહૃાું કે, જો અલગ-અલગ રાજ્યોની ટેસ્ટિંગ રણનીતિ ખબર નહીં હોય તો એ કહેવું મુશ્કેલ હશે કે જે ઝડપથી કેસ વધી રહૃાા છે, શું તેમા વધારે તેજી આવવાની છે?