દાહોદ જીલ્લામાં વિધાનસભા ચુંટણી મત ગણતરીને ધ્યાને લઇ નાસતા-ફરતા આરોપી વિરૂદ્ધ કાર્યવાહી કરાઈ

દાહોદ,

દાહોદ જિલ્લામાં વિધાનસભાની ચુંટણીને ધ્યાનમાં રાખી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા જિલ્લામાં સઘન કામગીરી કરી રહી છે. ત્યારે આગામી તારીખ 08મી ડિસેમ્બરના રોજ વિધાનસભાની ચુંટણીના પરિણામ જાહેર થનાર છે. ત્યારે જિલ્લામાં કોઈ અનીચ્છીય બનાવ ન બને તેની તકેદારી રાખી જિલ્લામાંથી પોલીસે પ્રોહીબીશનના ગુન્હાઓમાં, અટકાયતી પગલા, નાસતા ફરતા આરોપીઓ, વોન્ટેડ આરોપીઓ, હથિયારો જમા કરવા વિગેરે જેવી કાર્યવાહી કરવામાં આવી છે.

દાહોદ જિલ્લાની વિધાનસભા ચુંટણીનું મતદાન શાંતીમય અને સુરક્ષા સહિત યોજાય તે માટે ઉપર મુજબનો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો. જેના લીધે દાહોદ જીલ્લામાં ભુતકાળમાં ચુંટણીમાં ઘણા બનાવો બનતા હતા. જેની સરખામણીએ આ વખતે ફક્ત 01 ચુંટણી સબંધી ગુનો નોંધાયેલ છે. તે સિવાય જીલ્લામાં કોઇ ગુનાઓ નોંધાયેલ નથી. ચુંટણી પ્રક્રીયા શાંતીમય પૂર્ણ થયેલ છે. ચુંટણી અગાઉ પ્રજામાં વિશ્ર્વાસ અને સલામતીનું વાતાવરણ પેદા થાય તે માટે જીલ્લાના સંવેદનશીલ તથા તમામ વિસ્તારોમાં એરીયા ડોમીનેશન/ફ્લેગ માર્ચ કરી ચુંટણી શાંતીપૂર્ણ રીતે યોજાય તે માટે દાહોદ જીલ્લા પોલીસ ધ્વારા ઇન્ટર સ્ટેટ બોર્ડર ચેક પોસ્ટ તથા ઇન્ટ્રા ડીસ્ટ્રીક ચેક પોસ્ટો સતત ચાલુ રાખી વાહનચેકીંગ તથા અસામાજીક પ્રવૃતી ઉપર નિયંત્રણ માટે સતત કાર્યરત રહેલ છે. દાહોદ જીલ્લો મધ્યપ્રદેશ અને રાજસ્થાનની બોર્ડરનો જીલ્લો હોય બોર્ડરના જીલ્લા અલીરાજપુર,ઝાબુઆ (મધ્યપ્રદેશ) તથા બાંસવાડા (રાજસ્થાન)ના અધિકારી ઓ સાથે અવાર નવાર બોર્ડર મીટીંગો યોજી સંકલન કરી બોર્ડર નજીકના ગામોના હથિયાર પરવાનેદારનાઓના હથિયારો પણ જમાં લેવડાવવામાં આવેલ છે, ઉપરાંત અસામાજીક તત્વો તથા ગેરકાયદેસર પ્રવૃતી કરતા ઇસમો ઉપર કેસો તથા અટકાયતી પગલા લેવામાં આવેલ છે. જેની વિગત નીચે મુજબ છે.

પ્રોહીબીશનમાં જેમાં ગેરકાયદેસર પ્રોહીબીશનના કુલ કેસો- 526, જેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂના કેસો-141, જેમાં બોટલો નંગ-34282, કી.રૂ.40,43,576/- અને ગુનાના કામે વપરાયેલ વાહન અને મોબાઇલ ફોનની કી.રૂ.8,26,620/- તથા દેશી દારૂના કુલ- 382, કેસો , 1604 લીટર જેની કીં.રૂા.32,080/-નો દેશી પ્રોહી મુદધામાલ પકડી પાડેલ.જેમાં કુલ પ્રોહી મુધ્દામાલ કી.રૂ.49,02,276/- નો મુધ્દામાલ જપ્ત કરેલ છે.

જીલ્લામાં લાંબા સમયથી પેન્ડીંગ-959 બિનજામીનલાયક વોરંટવાળા ઇસમો ની બજવણી કરવામાં આવેલ છે. જીલ્લામાં લીધેલ હેડ વાઇઝ અટકાયતી પગલામાં સી.આર.પી.સી-107 હેઠળ કુલ-2568 ઇસમો વિરૂધ્ધ અટકાયતી પગલા લીધેલ છે અને સી.આર.પી.સી-151 હેઠળ કુલ-2280 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-109 હેઠળ કુલ-235 અટકાયતી પગલા લીધેલ છે તથા સી.આર.પી.સી-110 હેઠળ કુલ-5619 અટકાયતી પગલા લીધેલ છે તથા 25-તડીપાર અને પ્રોહી-93 ના હેડ હેઠળ કુલ-1527 મળી કુલ- 12282 અટકાયતી પગલા લીધેલ છે. જીલ્લામાં લાયસન્શ ધરાવતા હથિયારપરવાનેદારોના કુલ-4037 ના હથિયારો જમાં લેવામાં આવેલ છે. જીલ્લાના/રાજ્ય બહારના ઘણા સમયથી નાસતા ફરતા કુલ-40 આરોપીઓને ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે. આવા અસામાજીક તત્વો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લેવાની સારી કામગીરી દાહોદ જીલ્લા પોલીસે કરેલ છે. ગુજરાત વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 અન્વયે દાહોદ જીલ્લાના સરહદે આવેલ રાજસ્થાન રાજ્યના બાંસવાડા જીલ્લામાં તથા મધ્યપ્રદેશ રાજ્યના ઝાબુઆ અને અલીરાજપુર જીલ્લાના અધિકારીઓ સાથે સંકલન કરી નીચે મુજબની કામગીરી કરી/કરાવેલ છે. પ્રોહીબીશનના કેસો-114, કી.રૂ.16,96,500/-, ગેરકાયદેસર હથિયારધારા-04, કુલ અટકાયતી પગલા-567, બિનજામીનલાયક વોરંટો-436, નાસતા ફરતા આરોપી પકડયા-302 ઝડપી પાડી સારી કામગીરી કરેલ છે. પ્રોહીબીશનના કેસો-837, કી.રૂ.42,80,000/-, કુલ અટકાયતી પગલા-1932, બિનજામીનલાયક વોરંટો-986, નાર્કોટીકસ એકટના-01, નાસતા ફરતા આરોપી પકડયા-93 ઝડપી પાડી સારી કામગીરી કરવામાં આવેલ છે.