શાહી ઈદગાહ મસ્જિદ તરફ જઈ રહેલા હિન્દુ મહાસભાના નેતાની ધરપકડ કરવામાં આવી

  • મસ્જિદમાં હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત કરી હતી.

મથુરા,

આજે ૬ ડિસેમ્બરે બાબરી વિવંસની વરસી પર મથુરામાં એલર્ટ જારી કરવામાં આવ્યું હતું અખિલ ભારત હિન્દુ મહાસભાએ જાહેરાત કરી કે તેઓ મંગળવારે શાહી ઇદગાહ મસ્જિદની અંદર હનુમાન ચાલીસાનો પાઠ કરશે. મહાસભાએ કહ્યું કે ચાલીસાનું પાઠ શ્રી કૃષ્ણ જન્મભૂમિના મૂળ ગર્ભગૃહમાં કરવામાં આવશે. એકત્ર થયેલા લોકોએ મથુરા ચલોનો નારો આપ્યો, ત્યારબાદ જિલ્લામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું આ પછી પોલીસે મસ્જિદના માર્ગ પર બેરિકેડ લગાવી દીધા હતાં અને વાહનોની તપાસ કરવામાં આવી હતી. ઇદગાહ મસ્જિદ પાસેની રેલ લાઇન બંધ કરી દેવામાં આવી હતી આમ છતાં સવારે શાહી ઈદગાહ પર લાડુ ગોપાલનો જલાભિષેક કરવા આવી રહેલા હિન્દુ મહાસભાના કાર્યર્ક્તા સૌરભ શર્માને પોલીસે અટકાયત કરી લીધી હતી.

રાષ્ટ્રીય ખજાનચી દિનેશ શર્માએ એક વીડિયો જાહેર કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે જો તેને હનુમાન ચાલીસાના પાઠ કરતા અટકાવવામાં આવશે તો તે આત્મહત્યા કરી લેશે. સભાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજશ્રી ચૌધરી મથુરા પહોંચી ગયા હતાં વારાણસીમાં ૧૬મી નવેમ્બરે નેતાજી સુભાષચંદ્ર બોઝની પૌત્રી અને મહાસભાના પ્રમુખ રાજશ્રી ચૌધરી ગયા હતા. તેમણે ૬ ડિસેમ્બરે શ્રી કૃષ્ણ જન્મસ્થલી મથુરા ચલોનો નારા આપ્યો હતો. હનુમાન શાહી ઇદગાહને સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સ્થળ તરીકે વર્ણવે છે તેમણે ચાલીસાના પાઠ અને લાડુ ગોપાલના જલાભિષેકની પણ જાહેરાત કરી હતી આથી મથુરામાં સોમવારે સાંજે સીઓ સિટી અને એસએસપી શૈલેષ પાંડેએ રાત્રે ફોર્સ સાથે લેગ માર્ચ કરી હતી. પોલીસ કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે દરેક વ્યક્તિ પર નજર રાખવામાં આવે. જો કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય તો તેની પૂછપરછ કરો. શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઇદગાહની આસપાસનો વિસ્તાર સુપર ઝોન ૪ ઝોન અને ૮ સેક્ટરમાં વિભાજીત કરવામાં આવ્યો છે.

આગ્રા ઝોનના લગભગ ૧૨૬૦ પોલીસકર્મીઓ અહીં તહેનાત કરવામાં આવ્યા હતાં ફિરોઝાબાદ, મૈનપુરી, અલીગઢ અને આગ્રાથી ફોર્સ બોલાવવામાં આવી છે. ૨ કંપની પીએસી અને ગુપ્તચર એજન્સીઓને તહેનાત કરી દેવામાં આવી છે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. શહેરના તમામ મુખ્ય ચોકો પર ફોર્સ તહેનાત કરવામાં આવી છે. આવતા-જતા દરેક પર નજર રાખવામાં આવી રહી છે. સંવેદનશીલ વિસ્તારોમાં તપાસ બાદ જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. શ્રી કૃષ્ણ જન્મસ્થાન અને શાહી ઈદગાહને કિલ્લામાં ફેરવી દેવામાં આવી છે. ડ્રોન દ્વારા મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. વિવિધ સ્થળોએ બેરિકેડીંગ લગાવવામાં આવ્યા છે.એ યાદ રહે કે ૩૦ વર્ષ પહેલા આજના જ દિવસે અયોયામાં બાબરી મસ્જિદનું માળખું તોડી પાડવામાં આવ્યું હતું. આ પછી હિંસક ઘટનાઓ બની હતી. બાદમાં વિવાદિત મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો હતો. જે બાદ વર્ષ ૨૦૧૯માં કેસની સુનાવણી બાદ નિર્ણય લીધો અને વિવાદનો કાયમ માટે અંત લાવી દીધો.