- ખેડૂતોના બિલો માટેની અમારી માંગ નહિ માનવામાં આવે ત્યાં સુધી વિપક્ષ સત્રનો બૉયકોટ કરશે: આઝાદ
રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદો બાદ મંગળવાર (૨૨ સપ્ટેમ્બર) પણ હોબાળો ચાલુ છે. આ દરમિયાન સાંસદૃોએ ધરણા ખતમ કરી દીધા છે. રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરાયેલ ૮ સાંસદોએ આખી રાત ગાંધી પ્રતિમા સામે ધરણા કર્યા હતા. આ દરમિયાન કોંગ્રેસ નેતા અને રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહૃાુ કે જ્યાં સુધી અમારા સાંસદોના સસ્પેન્શનને પાછા લેવામાં ન આવે અને ખેડૂતોના બિલો માટેની અમારી માંગો માનવામાં ન આવે ત્યાં સુધી વિપક્ષ ચોમાસુ સત્રમાંથી બૉયકૉટ કરે છે. તેમણે કહૃાુ કે સ્જીઁ માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય આ બૉયકૉટ ચાલુ રહેશે.
ગુલામ નબી આઝાદે કહૃાુ, જ્યારે આ બિલ લાવી રહૃાા હતા ત્યારે એમએસપી એ વખતે અનાઉન્સ કરવી જોઈતી હતી પરંતુ ના કરી. સ્જીઁ બાદમાં અનાઉન્સ કરવામાં આવી જેનુ અમે સ્વાગત કરીએ છીએ. સ્જીઁ માટે અમે ત્રણ શરતો રાખી છે જ્યાં સુધી તે પૂરી ન થાય ત્યાં સુધી આ બૉયકૉટ ચાલુ રહેશે. રાજ્યસભા સાંસદ ગુલામ નબી આઝાદે કહૃાુ કે છેલ્લા બે દિવસોમાં જે સંસદમાં થયુ મને નથી લાગતુ કે તેનાથી કોઈ પણ ખુશ છે. કરોડો લોકોને જે રિપ્રેઝન્ટ કરે છે તેને કરોડો લોકો જુએ છે. જે લક્ષ્ય છે અહીં આવવાનુ તે તો પૂરુ થવુ જોઈએ.
કોંગ્રેસના રાજ્યસભા સાંસદ સૈયદ નાસિર હુસેને કહૃાુ છે કે અમે માત્ર સાંસદોનુ સસ્પેન્શન રદ નથી કરાવવા માંગતા પરંતુ અમારી એ પણ માંગ છે કે ખેડૂત બિલ પાછા લેવામાં આવે અને ફરીથી યોગ્ય મતદાન કરાવવામાં આવે. પરંતુ એ પ્રમાણેનુ કંઈ થવાનુ નહોતુ કારણકે સભાપતિ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નહોતા. કોંગ્રેસે મંગળવારે (૨૨ સપ્ટેમ્બર)ના રોજ લોકસભાનુ સત્ર શરૂ થતા પહેલા પોતાના લોકસભા સાંસદોની બેઠક બોલાવી હતી. વળી, રાજ્યસભાના ઉપસભાપતિ હરિવંશે રાષ્ટ્રપતિ રામનાથ કોવિદને ૨૦ સપ્ટેમ્બરે કૃષિ બિલો પાસ થવા દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા સંસદમાં તેમની સાથે કરવામાં આવેલ અનિયંત્રિત વ્યવહાર પર એક પત્ર લખ્યો છે.
કોંગ્રેસના રાજૂ સાટવ, સૈયદ નાસિર હુસેન અને રિપુણ બોરા,તૃણમૂલ કોંગ્રેસના ડેરેક ઓ બ્રાયન અને ડોલા સેન, આમ આદમી પાર્ટીના સંજયિંસહ, સીપીઆઈ-એમના કેકે રાગેશ અને એલમારામ કરીમને એક સપ્તાહ માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. રાજ્યસભાના સભાપતિ એમ વેંકૈયા નાયડુએ રવિવાર (૨૦ સપ્ટેમ્બર)ના રોજ સંસદમાં હોબાળો કરવા અને ઉપસભાપતિ હરિવંશ સાથે દુર્વ્યવહાર કરવા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.
એનસીપી સુપ્રિમો શરદ પવાર પણ એક દિવસના ઉપવાસ પર ઊતરશે
રાજ્યસભામાંથી સસ્પેન્ડ આઠ સાંસદૃોને હવે એનસીપીના પ્રમુખ શરદ પવારનો સાથ મળ્યો છે. શરદ પવારે મંગળવારે આ સાંસદોના સમર્થનમાં એક દિવસના ઉપવાસની ઘોષણા કરી હતી. શરદ પવારે કહૃાું કે, હું રાજ્યસભાના આઠ સાંસદોના આંદોલનમાં ભાગ લઈશ અને તેમના સમર્થનમાં પણ હું એક દિવસ ઉપવાસ કરીશ.