નવીદિલ્હી,
દરેક ક્રિકેટ ચાહક વીરેન્દ્ર સેહવાગના દિવાના છે, જે પોતાની બેટિંગથી મેદાનમાં તબાહી મચાવે છે. ટેસ્ટ ક્રિકેટમાં પણ વનડે સ્ટાઈલની બેટિંગ અને પહેલા જ બોલથી બોલરો પર હુમલો કરીને વીરેન્દ્ર સેહવાગને સૌથી ખતરનાક ખેલાડીઓમાંથી એક બનાવી દીધો. હવે ફેન્સ માટે સારા સમાચાર છે કારણ કે વીરેન્દ્ર સેહવાગના પુત્રએ હવે પ્રોફેશનલ ક્રિકેટમાં પગ મુક્યો છે.
બીસીસીઆઇ દ્વારા આયોજિત અંડર-૧૬ વિજય મર્ચન્ટ ટ્રોફી માટે દિલ્હીની ટીમમાં વીરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ૧૫ વર્ષનો આર્યવીર હવે ક્રિકેટ જગતમાં ધમાલ મચાવવા માટે તૈયાર છે. દિલ્હીની ટીમ હાલમાં બિહાર સામે તેની મેચ રમી રહી છે, જોકે આ મેચમાં આર્યવીરને પ્લેઈંગ-૧૧માં સામેલ કરવામાં આવ્યો નથી. પરંતુ તેની એન્ટ્રી મોટા લેવલે થઈ છે, એવામાં ફેન્સને ફરી એકવાર મેદાન પર વીરેન્દ્ર સેહવાગની ઝલક જોવા મળી શકે છે.