એકઝીટ – પોલ: ઇસુદાન ગઢવી હારશે: જીજ્ઞેશ મેવાણી જીતશે: હાદકનો પણ વિજય થશે: ઇટાલીયા જીતશે

અમદાવાદ,

વિધાનસભાની ચૂંટણી બાદ હવે તમામ પરિણામોની રાહ જોઈ રહ્યા છે. પરિણામો આવે તે પહેલા વિવિધ ચેનલોના એક્ઝિટ પોલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી ફરી એકવાર ગુજરાતમાં સત્તામાં આવી રહી છે. ગુજરાત ચૂંટણીના દંગલમાં આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવારો ઇસુદાન ગઢવી, હાદક પટેલ અને જીગ્નેશ મેવાણીનું શું થશે?

દરેકની નજર આના પર છે. એક્ઝિટ પોલમાં કહેવામાં આવી રહ્યું છે કે ઇસુદાન ગઢવી ચૂંટણી હારી શકે છે. એક્ઝિટ પોલમાં જીગ્નેશ મેવાણીની જીત જોવા મળી રહી છે. ઈન્ડિયા ટીવીએ તેના એક્ઝિટ પોલમાં આગાહી કરી છે કે વરાછા રોડ વિધાનસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર અલ્પેશ કથીરિયા જીતી શકે છે. ઇસુદાન ગઢવી ખંભાળિયા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી હારી શકે છે. ક્તારગામથી ગોપાલ ઈટાલિયા જીતી શકે છે.

વિરમગામ વિધાનસભા બેઠક પરથી હાર્દિક પટેલ ચૂંટણી મેદાનમાં છે. આ બેઠક પર ગઈકાલે રાત્રે બીજા તબક્કાની ચૂંટણીમાં મતદાન થયું હતું. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલ દર્શાવે છે કે હાર્દિક પટેલ ચૂંટણી જીતી શકે છે. અગાઉ, હાર્દિક પટેલે પોતાનો મત આપ્યા બાદ વિશ્ર્વાસ વ્યક્તિ કર્યો હતો કે લોકો વિકાસના કામોને યાનમાં રાખીને મતદાન કરશે અને રાજ્યમાં ભાજપની સરકાર બનશે. ૨૦૧૭માં કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી જીતનાર જીગ્નેશ મેવાણી હવે વર્ષ ૨૦૨૨માં વડગામ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે. ઈન્ડિયા ટીવીના એક્ઝિટ પોલમાં જીગ્નેશ મેવાણીની જીતની આગાહી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, મોટાભાગના એક્ઝિટ પોલમાં ગઈકાલે રાત્રે ભાજપની સરકાર બનવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. જોકે, આ માત્ર એક્ઝિટ પોલનો અંદાજ છે. આને ચૂંટણી પરિણામ ન કહી શકાય. ૮મી ડિસેમ્બરે મતગણતરી થશે અને ત્યારબાદ આ ચૂંટણીના પરિણામો જાહેર થશે.