ગોધરા,
ગોધરા શહેર અમદાવાદ રોડ ઉપર આવેલ એક ગેરેજમાં શંકાસ્પદ હાલતમાં ટ્રક રાખવામાં આવી છે. તેવી બાતમીના આધારે એલસીબી પોલીસે તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમ્યાન ચાર ઈસમો દ્વારા ચોરીની ટ્રકનો એન્જીન નંબર અને ચેસીસ નંબર બદલીને તેમજ ખોટા દસ્તાવેજો ઊભા કરી ચલાવવામાં આવતું મોટુ કૌભાંડ ઝડપાયું છે. આ કિસ્સામાં ચાર ઈસમોની એલ.સી.બી. પોલીસે ઘરપકડ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે ગોધરા અમદાવાદ રોડ ઉપર આવેલ ન્યુ વેર્સ્ટન મોટર્સ ગેરેજ ખાતે સીદ્દીક ઉર્ફે લાલો ટીપું ઈસ્હાક મીઠા, મુજફફર શબ્બીર દાવા, યાકુબ ઉર્ફે વેજલીયો અબ્દુલ સત્તાર પથીયા, સીરાજ ઈસ્માઈલ શેખ ઉર્ફે બળેલો ભેગા મળીને અંકલેશ્વર થી એલ.પી. ટ્રક ચોરી કરીને લાવેલ છે અને આ ટ્રક સોહિલ ગુલજાર પઠાણના ગેરેજ ઉપર રાખેલ છે. ટ્રક ચોરી લાવનાર ચાર ઈસમો તથા ગેરેજ ચલાવનાર અને નોકર ભેગા મળી જુની સ્કેપમાં આવેલ જુની તોડી નાખવામાં આવી હોય તેવી ટ્રકના રજીસ્ટે્રશનના કાગળોમાં દર્શાવવામાં આવ્યા હોય તેવા ચેસીસ નંબર અને એન્જીન નંંબર ડાય,હથોડી જેવા સાઘનો દ્વારા ચોરીની ટ્રક ઉપર ઉપસાવી કાઢવાનું કૌભાંડ ઝડપાઈ જવા પામ્યું. એલ.સી.બી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ ચાર ઈસ્મો સીદ્દીક ઉર્ફૈ લાલો મીઠા, મુજજફર દાવ, યાુકબ ઉર્ફે વેજલીયો, સીરાજ ઈસ્માઈલ એવા ચોરીના ટ્રક બનાવટી દસ્તાવેજો ઊભા કરીને સાચા તરીકે ઉપયોગ કરવાનું ષડયંત્ર ઝડપી પાડવામાં આવ્યંું છે. એલ.સી.બી. પોલીસ દ્વારા ગેરેજ ઉપર થી ચોરીની ટ્રક સાથે એન્જીન તથા ચેસીસ નંબરની ફેરબદલી કરવાના સાધનો તથા ટ્રક ચોરી કરવામાં ઉપયોગમાં લેવામાં આવેલ એસેન્ટ કાર સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. ટ્રકની ચોરી કરી ચેસીસ નંબર, એન્જીન નંબર બદલી નાખવાના કૌભાંડમાં પકડાયેલ ઈસમો દ્વારા અગાઉ આવી રીતે કેટલા વાહનોની ચેસીસ નંબર અને એન્જીન નંબર બદલી નાખવાનું કૌભાંડ આચરી કેટલા વાહનો વેચવામાં આવ્યા તેની તપાસ હાથ ધરવામાં આવી છે.