- જીલ્લાની પાંચ બેઠકો ઉપર 64.26 ટકા મતદાન થયું.
ગોધરા,
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર 34 ઉમેદવારો માટે થયેલ મતદાનમાં 8,35,384 મતદારોએ પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો હતો. જીલ્લાની પાંચ બેઠકો પૈકી સૌથી વધુ મતદાન હાલોલ બેઠક ઉપર નોંધાવા પામ્યું છે. જ્યારે સૌથી ઓછું મતદાન મોરવા(હ) બેઠકફ ઉપર નોંધાયું. જીલ્લામાં કુલ 64.26 ટકા મતદાન થવા પામ્યું છે. તમામ પાર્ટીઓો જીતનો વિશ્ર્વાસધાત કરી રહ્યા છે.
પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે યોજાયેલા મતદાનમાં જીલ્લાની હાલોલ વિધાનસભા બેઠક ઉપર 1,64,140 મતદારોએ મતદાન કર્યું. ગોધરા બેઠક ઉપર 1,77,917 મતદારોએ મત્તાધિકારનો ઉપયોગ કર્યો. મોરવા(હ) બેઠક 1,39,398 મતદારોએ મતદાન કર્યુંં. શહેરા વિધાનસભા બેઠક ઉપર 1,68,827 મતદારો મળી જીલ્લાની પાંચ બેઠકો ઉપર કુલ 8,35,384 મતદારો પોતાના મત્તાધિકારનો ઉપયોગ કર્યો છે. જીલ્લામાં હાલોલ બેઠક ઉપર સૌથી વધુ મતદાન નોંધાવા પામ્યું. મતદાન બાદ તમામ પાર્ટીના ઉમેદવારો જીતના દાવેઓ કરી રહ્યા છે. પરંતુ 8 ડિસેમ્બરના રોજ પરિણામ જાહેર થાય પછી મતદારોએ કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મતદાન કર્યું છે. તે સામે આવશે.
બોકસ: પંચમહાલ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર થયેલ મતદાન આંકડા….
તાલુકો પુરૂષ સ્ત્રી કુલ
શહેરા 86,450 82,377 1,68,827
મોરવા(હ) 67,273 7,212 1,39,398
ગોધરા 93,500 84,409 1,77,917
કાલોલ 85,380 78,760 1,61,140
હાલોલ 98,086 87,014 1,85,102
………………………………………………………………………………
કુલ 4,30,687 4,04,685 8,35,384
વિવિધ વિધાનસભાના ઉમેદવારો વચ્ચે કસમકશ
બોકસ: ગોધરા વિધાનસભા :
છેલ્લા છ – સાત ટર્મથી સી.કે.રાઉલજી ઉમેદવાર તરીકે સૌ પ્રથમ જનતા દળ, ભાજપ, રાજપા, કોંંગ્રેસ અને છેલ્લે ભાજપથી સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે ચુંંટાઈ આવીને લોકપ્રિયતા સાબિત કરી છે. પંચમહાલ સમાચારના અંગત સૂત્રો દ્વારા ભાજપની આ બેઠક પર ઉમેદવાર જીતી શકે તેવા અનુમાનો વચ્ચે સૌથી વધુ મતદાન કમળના થતાંં જીતની શકયતાઓ વધુ છે. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર પ્રજાના મત પ્રમાણે નવા નિશાળીયા ગણાતા પણ સ્પર્ધામાં હતા. તેવી રીતે ગોધરા શહેરમાંં ઔવેસી એ.આઈ.એમ.આઈ.ના નિર્ણાયક હતા. આમ, ગોધરા વિધાનસભામાંં એક અનુમાન પ્રમાણે 15 હજારથી વધુ બહુમતી સાથે ભાજપ ફરી આવી શકે તેવી શકયતાઓ સેવાઈ રહી છે.
બોકસ: મોરવા(હ) વિધાનસભા
મોરવા(હ) તાલુકો સમગ્ર પંચમહાલ જીલ્લામાં એકમાત્ર આદિવાસી અનામત ધરાવતી બેઠક છે. છેલ્લા પેટા ચુંટણીમાં એકમાત્ર મહિલા ચહેરો નિમીષાબેન સુથાર સતત ચુંટાઈ આવે છે. પહેલીવાર એકલા હાથ ભાજપે વિશ્ર્વાસ મૂકીને આ ઉમેદવારને ચુંટણી જંગમાં ઉતાર્યા છે. સૌથી વધુ કઠીનાઈ એ છે કે, બક્ષીપંચ અને આદિજાતિ વચ્ચે કાંટાની ટકકર રહેશે. હવે પરિણામ નકકી કરશે કોણ સાચો ઉમેદવાર.
બોકસ: હાલોલ વિધાનસભા ..
રાજ્યમાંં હિન્દુવાદી ભાજપ સરકારની પાવાગઢ બેઠક ધરાવતી હાલોલની બેઠક સતત ભાજપ જીતતું આવ્યું છે. ચાલુ વર્ષે ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 6 ટર્મથી જીતતા જયદ્રથસિંહને પુન: રીપીટ કર્યા છે. પરંતુ છેલ્લા બે માસથી હાલોલ વિધાનસભાના રાજકીય સમીકરણો જોતાંં રામચરણસિંહ બારીયા, ભરત રાઠવા મુખ્ય ચહેરા હોવાથી ભાજપને પડકાર આપી શકે તેમ છે. પરંંતુ જ્ઞાતિકરણન જોરે પાર્ટીએ આવા બળવાખોર અને અસંંતુષ્ટોને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાનું બ્હાનું આગળ ધરીને તેઓને પક્ષ માંથી સસ્પેન્ડ કર્યા છે. હવે માત્ર ભાજપનું આ બેઠક જોર રહે તે નવાઈ નહીં.
બોકસ: કાલોલ વિધાનસભા…..
કાલોલ બેઠક સતત 3 દાયકા થી ભાજપ તરફી રહી છે. લોકસભા કાંતો વિધાનસભા બેઠક ઉપર ચુંટણીમાં હંમેશા પંચમહાલ જીલ્લામાં અગ્રેસર રહીને કમળનોં વટ રાખ્યો છે. છેલ્લા બે ટર્મથી વિધાનસભા કાલોલ વિસ્તારના ઉમેદવારને આપતાં હતા અને રાજગઢ કે જે હાલમાં કાલોલ વિસ્તારમાં સમાવેશ થઈ છે. તેવા વિસ્તારના ઉમેદવારને નકારવામાંં આવતાં હતા. હવે જુના હિન્દુવાદી ચહેરાને રીપીટ કરવામાંં આવતાં એક તરફી મતદાન હોય તેવું લોકો અનુમાન લગાવી રહ્યા છે.
બોકસ: શહેરા વિધાનસભા….
પંચમહાલ જીલ્લામાંં સૌથી ભાજપ માટે સુરક્ષીત ગણાતી શહેરા મત વિસ્તાર પણ દિવસે-દિવસે રાજકીય જંંગનો અખાડો બની રહ્યો છે. પૂર્વ ઉપાધ્યક્ષ વિધાનસભા પંચમહાલ ડેરી, પંચમહાલ ડ્રીસ્ટ્રીકટ બેંકના ચેરમેન એવા સર્વમાન્ય ઉમેદવાર જેઠાભાઈ ભરવાડની સામે ઉમેદવારી નોંધાવી છે. તેની સામે બળવાખોરો પણ હાલમાંં લોકપ્રિયતા જોતાંં હરીફો પાણી ભરે છે. તમામ વિકાસના કામો, લોકપ્રિયતા તથા ભરોસા વચ્ચે ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ તમામ સમીકરણો વચ્ચે જીતવાની પ્રબળ શકયતાઓ જણાઈ રહી છે. સ્થાનિક સ્તરે થયેલા સર્વે પ્રમાણે બે ઉમેદવારો વચ્ચે છેલ્લી ચુંટણીમાં કસમકસ જંગ ચાલી રહ્યો છે. પરંતુ આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ફરીથી જીતે તેમ લાગે છે.