દાહોદ,
દાહોદના બસ સ્ટેશન ઉપર આજરોજ સવારના સમયે સાવરકુંડલા ડેપોની એસટી બસ કાલે પેસેન્જરો લઈને દાહોદ આવી હતી અને તે બાદ બસ ડેપો માંથી એસટી બસને પાર્કિંગ કરી હતી. તેમાં જે કંડકટર છે, તે કંડકટર એસટી બસમાં સુઈ ગયો હતો. ત્યારે એસટી બસનો ફરીથી દાહોદ બસ ડેપોથી ભરી અને સાવરકુંડલા લઈ જવા માટે જ્યારે એસટી બસના ચાલકેએ કંડકટરને ઉઠાડવા જતા કંડકટર મૃત હાલતમાં જણાય આવતા તે ડ્રાઇવર દ્વારા દાહોદના પોલીસ મથક ખાતે જાણ કર્યા તેને પોલીસનો કાફરો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. લોકોના ટોળા પણ બસ ડેપો ખાતે વળ્યા હતા અને પોલીસે પંચનામું કરી ડેડબોડીનો કબજો મેળવી આગળ વધુ તપાસ હાથ ધરી છે, ડેટ બોડીનો કબજો મેળવી અને પોલીસે ડેડબોડીને પીએમ અર્થે દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે મોકલી આપી છે.