ગોધરા,
ગોધરા તાલુકાના મેરપ ગોળ ફળીયા રોડ ઉપર મારૂતીવાનના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંકારી લાવી બાઈક ચાલકને અડફેટમાં લઈ બાઈક ચાલકને ગંભીર ઈજાઓ પહોંચાડતા સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના મેરપ ગોળ ફળીયા રોડ ઉપર થી પસાર થતી મારૂતીવાન નંં.જીજે.06.કેડી.2517ના ચાલકે પોતાનું વાહન પુરઝડપે હંંકારી લાવી રોડ ઉપરથી પસાર થતી બાઈક નંબર જીજે.20.એજી.6960ના ચાલક ગણપતભાઈ મંગળાભાઈ પટેલ ઉ.વ.30ને અડફેટમાં લઈને ગંભીર ઈજાઓ પહોંચાડતા દવા સારવાર અર્થે ખસેડવામાંં આવતાં સારવાર દરમિયાન મોત નિપજાવા પામ્યું છે.