ગોધરા,
ગોધરા તાલુકાના કંંકુથાંભલા ગામે ફરિયાદની સર્વે નં.122 વાળી જમીનમાં આરોપીએ દબાણ કરેલ હોય દબાણ દુર કરવા છેલ્લા પાંચ વર્ષથી પરિવારજનો અને સમાજના આગેવાનો પ્રયત્ન કરતા હોય ફરિયાદ બાઈક ઉપર પોતાના ધરે જતા હોય ત્યારે આરોપીએ ઉભા રાખી તારી જમીનમાં દબાણ કરેલ છે તેમ કહી ગાળો આપી પગના ભાગે મારી તેમજ અન્ય બે ઈસમો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપતાં આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
પ્રાપ્ત વિગતો મુજબ ગોધરા તાલુકાના કંંકુથાંભલા ગામે રહેતા મનુભાઈ ભોયાભાઈ ચારણના પિતાના નામે સર્વે નંબર-122 વાળી જમીનમાં આરોપી નનુભાઈ રામાભાઈ ચારણે દબાણ કરેલ હોય આ દબાણ દુર કરવા મનુભાઈ ચારણના પરિવાર છેલ્લા પાંચ વર્ષ સામાજીક રીતે નિકાલ માટે પ્રયત્ન કરતા હોય 5 ડિસેમ્બરના રોજ મનુભાઈ ચારણ બાઈક ઉપર પોતાના ધરે જતા હતા. દરમિયાન નનુભાઈ ચારણ બાઈક ઉપર આપી મનુભાઈની બાઈક રોકી ને તારી જમીનમાં દબાણ કરેલ છે. તારા થી કેસ થતો હોય તો કરીલે દબાણ તો રાખીશું. તેમ કહીને ગાળાગાળી કરતા ગાળો બોલાવાની ના પાડી હતી. ત્યારે નનુભાઈ ચારણે હોડી વડે મનુભાઈ ચારણને પગના ભાગે મારી બાઈક ઉપરથી પાડી દીધો હતો. જ્યારે આરોપી લાલાભાઈ શામળાભાઈ ચારણ અને નાગરભાઈ શામળાભાઈ ચારણે દોડી આવી પહેરેલ મોજડી વડે કાનના ભાગે દબાવી રાખી ચહેરાના ભાગે મારમારી ઈજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા આ બાબતે ગોધરા તાલુકા પોલીસ મથકે આરોપીઓ નનુભાઈ ચારણ, લાલાભાઈ ચારણ, નાગરભાઈ ચારણ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવા પામી છે.