સંતરામપુર,
સંતરામપુર તાલુકાના પાયા મુવાડી ગામના લોકો છેલ્લા ૨૦ વર્ષથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત રહેતા ગ્રામજનો દ્વારા આવનાર ચૂંટણીઓનો બહિષ્કાર કરવાની ચિમકી સાથે સંતરામપુર મામલતદારને આવેદન આપ્યું છે.
સંતરામપુર તાલુકાના પાયા મુવાડી ગામના લોકો છેલ્લા ૨૦ વર્ષથી પાકા રસ્તાની સુવિધાથી વંચિત રહ્યા છે. ગ્રામજનો દ્વારા પાકા રસ્તા માટે અવાર-નવાર ગ્રામ પંચાયત તેમજ ઉચ્ચકક્ષાએ રજુઆત કરતા આવ્યા છે. તેમ છતાં આજદિન સુધી પાકા રસ્તાની સુવિધા ગ્રામજનોને મળી નથી. કાચા રસ્તાને લઈ ગ્રામજનોને હાલાકી વેઠવી પડે છે. ગામનો રસ્તો બીલકુલ કાચો અને ખાડાવાળો હોવાને લઈ ૧૦૮ જેવી સુવિધાનો લાભ લઈ શકતા નથી. ગ્રામજનોને બિમારી એન પ્રસૃતિ જેવા કિસ્સામાં જો લીમાં લઈ જવા મજબુર છે. ગ્રામજનોને રાજકીય નેતાઓ ચુંટણી વખતે વાયદાઓ કરતા હોય છે. પરંતુ ચુંટણી પૂર્ણ થતાં પાકા રસ્તાનો મુદ્દો વિસરાઈ જાય છે. ત્યારે ગ્રામજનો દ્વારા મીટીંગ યોજી નકકી કરવામાં આવ્યું છે કે પાયા મુવાડી ગામના લોકોને પાકા રસ્તાની સુવિધા પ્રાપ્ત ન થાય. ત્યાં સુધી દરેક ચુંટણીમાં મતદાન નહી કરી ચુંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બાબતે ગ્રામજનો દ્વારા સંતરામપુર મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે. વધુમાં ગ્રામજનો દ્વારા આક્રોશ સાથે જણાવ્યું છે કે, ચૂંટણી દરમ્યાન જો પ્રચાર માટે ગામમાં આવશે તો પ્રચાર અર્થે આવનાર વ્યકિતને આવતા કોઈ બનાવ બને તો જવાબદારી રહેશે નહિ. તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.