ભારત ૨૧મી સદીમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે : જર્મનીના વિદેશ મંત્રી

  • અમે આર્થિક, આબોહવા ક્ષેત્ર અને સુરક્ષામાં વ્યૂહાત્મક જોડાણના સ્તરથી આગળ લઈ જવા માંગીએ છીએ.

નવીદિલ્હી,

વિદેશ મંત્રી એસ જયશંકર અને જર્મનીના વિદેશ મંત્રી અનાલેના બિઅરબોકે સોમવારે ઉર્જા, વેપાર અને આબોહવા પરિવર્તન સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા પર વિગતવાર ચર્ચા કરી હતી. બેઅરબોક સોમવારે બે દિવસની મુલાકાતે ભારત આવ્યા હતા. તેમની મુલાકાત એવા સમયે આવી છે જ્યારે ભારતે માત્ર ચાર દિવસ પહેલા જ ય્૨૦ જૂથની ઔપચારિક અધ્યક્ષતા સંભાળી છે.જર્મનીના વિદેશ મંત્રી બિઅરબોકે તેમના નિવેદનમાં ભારતને જર્મનીનો કુદરતી ભાગીદાર ગણાવ્યો હતો. તેમણે કહ્યું કે ભારત ૨૧મી સદીમાં વિશ્વ વ્યવસ્થાને આકાર આપવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં, અને ભારતની યાત્રા એ વિશ્વ ના છઠ્ઠા ભાગની મુસાફરી કરવા સમાન છે.

તેમણે કહ્યું, “ભારત સરકારે માત્ર ય્૨૦માં પોતાના માટે મહત્વાકાંક્ષી લક્ષ્ય નક્કી કર્યું નથી, પરંતુ આપણા દેશ માટે પણ એક લક્ષ્ય નક્કી કર્યું છે. જ્યારે રિન્યુએબલ એનર્જીના વિસ્તરણની વાત આવે છે ત્યારે ભારત ઊર્જા સંક્રમણમાં પહેલા કરતાં વધુ આગળ જવા માંગે છે અને જર્મની આમાં ભારતની પડખે છે.

બિઅરબોકે કહ્યું કે અમે બધા ક્લાઈમેટ કટોકટીની અસરથી પ્રભાવિત છીએ, યુરોપ અને ભારતમાં આજીવિકાને પણ નુક્સાન થયું છે, આવી સ્થિતિમાં અમે આથક, આબોહવા ક્ષેત્ર અને સુરક્ષામાં વ્યૂહાત્મક જોડાણના સ્તરથી આગળ લઈ જવા માંગીએ છીએ. અને તે માત્ર ખાલી વાતો નથી. દરમિયાન, અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને વિદેશ પ્રધાનો વચ્ચેની બેઠક દરમિયાન ઉર્જા, વેપાર અને જળવાયુ પરિવર્તન સહિત દ્વિપક્ષીય સહયોગને વધુ ગાઢ બનાવવા જેવા વિષયો ચર્ચાના એજન્ડામાં ઉચ્ચ હતા.

મીટિંગ પહેલા, વિદેશ મંત્રી જયશંકરે બેરબેક સાથે એક તસવીર શેર કરી અને ટ્વીટ કર્યું, “ભારતમાં આપનું સ્વાગત છે.” સોમવારે બિઅરબોકના ભારતમાં આગમન પર, વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું, “જર્મન વિદેશ પ્રધાન બિઅરબોકનું નવી દિલ્હીની પ્રથમ સત્તાવાર મુલાકાત પર સ્વાગત છે. આ અમારી વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિની સમીક્ષા કરવાની અને પ્રાદેશિક અને વૈશ્વીક વિકાસ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરવાની તક છે.શનિવારે જર્મનીના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચીન સાથે ભારતના સંબંધો અને યુક્રેન પર રશિયન હુમલાની અસર જેવા મુદ્દાઓ જયશંકર અને બિઅરબોક વચ્ચેની મંત્રણામાં સામેલ છે.

ભારત અને જર્મનીએ વર્ષ ૨૦૨૧માં તેમના રાજદ્વારી સંબંધોની ૭૦મી વર્ષગાંઠની ઉજવણી કરી. તે જ સમયે, આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૬ઠ્ઠી ઈન્ડો-જર્મન ઈન્ટર-ગવર્નમેન્ટલ કોન્ફરન્સમાં ભાગ લેવા માટે બલન ગયા હતા. આ સિવાય ભારતે ય્૭ દેશોની બેઠકમાં ભાગ લેનાર દેશ તરીકે ભાગ લીધો હતો.