બીજીંગ,
ચીનની કોવિડ પેલિસીના વિરુદ્ધમાં પ્રદર્શનોમાં હવે કાર્ટૂન કરેક્ટર ‘વિની ધ પૂહ બિયર’ની એન્ટ્રી થઇ ગઇ છે. જાપાનનો ડિઝની સ્ટોર આવી ટીશર્ટ અને કેટલીય જાતનો સામાન વેચી રહી છે જેમાં બાળકોની પસંદગીનું કાર્ટૂન પૂહ બિયર પોતાના હાથમાં એક સફેદ શીટ પકડેલ છે. આને ચીનમાં પ્રદર્શનકારીઓને સમર્થન આપવાની રીતે જોવામમાં આવે છે. હકીક્તમાં કોવિડ મનાઇ દરમિયાન ચીનમાં લોકો પોતાના હાથમાં સફેદ પેપર લઇને પ્રદર્શન કરી રહ્યા હતા. તેના બાદ આ શી જિનપિંગની સામે વિરોધનું સિમ્બોલ બની ગયું છે.વર્ષ ૨૦૧૩માં બરાક ઓબામા અને શી જિનપિંગની આ તસવીર વાયરલ થઈ હતી.
શફેદ પેપર હાથમાં પકડેલા પૂહ બિયરના ફોટા સાથે કેટલીય જાતના સામાન ઓનલાઇન વેચવામાં આવે છે. જેમાં ટી-શર્ટ, બેગ, જેકેટ અને મગ સામેલ છે. આ બધો સામાન ડિઝનીના પ્રોગ્રામ અંતર્ગત બની રહ્યો છે. જેમાં લોકોને તેમની મરજી મુજબ ડિઝનીના કોઇ પણ સામાનમાં ચેન્જ કરવાની છૂટ હોય છે. જોકે હજી સુધી આ પૂરા મામલામાં ડિઝનીએ પોતાનું કોઇ નિવેદન નથી આપ્યું.
૨૦૧૩ની વાત, એ સમયે અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. બંનેની આ મુલાકાતનો એક ફોટો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો હતો. આમાં શી જિનપિંગને પૂહ બિયર અને ઓબામાના પૂહને મિત્ર ટિગરના રૂપમાં દેખાડવામાં આવ્યા હતા. ત્યાર પછીથી લોકો શી જિનપિંગની તુલના ડિઝનીના કાર્ટૂન કેરેક્ટર વિની ધ પૂહ બિયર સાથે કરવા લાગ્યા છે.
વર્ષ ૨૦૧૪માં શી જિનપિંગ અને જાપાનના તત્કાલીન વડાપ્રધાન શિન્ઝો આબેની આ તસવીર વાયરલ થઈ હતી જેમાં શીને પૂહ રીંછના પાત્રમાં અને શિન્ઝો આબેને ઈયોરના પાત્રમાં બતાવવામાં આવ્યા હતા.
પછી ૨૦૧૪માં પણ કંઇક આવું જ થયું. આ વખતે શી જિનપિંગની જાપાનના પ્રધાનમંત્રી શિંજો આબેની સાથે મુલાકાતનની તસવીરો સામે આવી. તો લોકોએ તેમનો એવો જ હાલ કર્યો અને શીને પૂહ બિયર જેવા દેખાડ્યા. મામલો વધતા જોઇ ચીને આ પ્રકારના મજાકિયા પોસ્ટ પર વર્ષ ૨૦૧૭માં પ્રતિબંધ લગાવી દીધો. શી જિનપિંગને પૂહ બિયર સાથે જોડનારા કન્ટેન્ટને ગેરકાયદેસર જાહેર કરી દીધું હતું. માત્ર એટલું જ નહીં પરંતુ ૨૦૧૮માં ચીનમાં આ કાર્ટૂન પર બનેલી ફિલ્મ પર પણ પ્રતિબંધ લગાવી દીધો હતો.