- સાંસદે મહિલા મંત્રીને થપ્પડ મારતાં શરૂ થયો વિવાદ, લાતો-મુક્કા સાથે ઝપાઝપી કરાઇ
સેનેગલ,
આફ્રિકન દેશ સેનેગલની સંસદમાં એક મહિલા મંત્રીને થપ્પડ મારવા મામલે વિવાદ થયો હતો. ઘટના ૨ ડિસેમ્બરની છે. એક સાંસદે મહિલા મંત્રીને થપ્પડ મારી હતી. આ પછી નારાજ મહિલા મંત્રીએ તેમના પર છુટ્ટી ખુરશી ફેંકી હતી. આ વિવાદ એટલો વધી ગયો કે બંને નેતાઓએ એકબીજા સામે ઝપાઝપી શરૂ થઈ ગઈ અને પછી તેમની વચ્ચે લાતો અને મુક્કાથી મારામારી થઈ હતી.સમગ્ર ઘટના દરમિયાન અન્ય વિપક્ષી નેતા મહિલાને લાત મારતા જોવા મળ્યા હતા, જે બાદ બંને નીચે પડી ગયા હતા.
સંસદમાં હાજર અન્ય સાંસદોએ બંને નેતાઓને પકડી લીધા હતા અને દરમિયાનગીરી કરવાનો પ્રયાસ કર્યો હતો. આ પછી સંસદની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. સંસદમાં બજેય સત્ર ચાલી રહ્યું હતુ. કાર્યવાહી દરમિયાન રુલિંગ પાર્ટી બેન્નો બોક્ક યાકારના મહિલા મંત્રી એમી નદિયે ગનીબીએ રાષ્ટ્રપતિ મેકી સોલના ત્રીજા કાર્યકાળનો વિરોધ કરનાર એક આયાત્મિક નેતાની ટીકા કરી હતી. વિપક્ષની પાર્ટીના સાંસદ મસાતા સાંબને આ વાત પસંદ ન આવી. તેઓ પોતાની સીટ પરથી ઉભા થયા અને ગનીબીને થપ્પડ મારી હતી.
આયાત્મિક નેતાની ટીકા અંગે સાંસદ મસ્સાતા સાંબે કહ્યું- એક મંત્રીએ સંસદમાં આયાત્મિક નેતાનું અપમાન કર્યું છે. આ ખોટું છે. આ બાબતને મહિલા મંત્રીએ ગંભીરતાથી લીધી ન હતી. તેમણે કટાક્ષ કરતા તેને ટાળ્યું હતુ. સામ્બને આ પસંદ ન આવ્યું અને તેમણે મહિલાને થપ્પડ મારી દીધી હતી. આવું પહેલી વાર નથી કે જ્યારે દેશના સંસદમાં હોબાળો થયો હોય. એમેરિકાના સંસદનાં સ્પીકર નૈન્સી પેલોસીએ વર્ષ ૨૦૨૦માં કાર્યવાહી દરમિયાન તત્કાલીન વડાપ્રધાન ડોનાલ્ડ ટ્રમ્પની સ્પીચ ફાડી નાંખી હતી. ધ ગાડયનનાં રિપોર્ટ મુજબ પેલોસીએ ટ્રમ્પની સ્પીચને ’અવિશ્ર્વાસનો મેનિફેસ્ટો’ જણાવ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પે આ વિવાદોને કારણે પેલોસીને ક્રેઝી નૈન્સી પણ કહ્યું હતુ.
ઘાનાની સંસદમાં એખ બિલ પર ચર્ચા દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે વિવાગ એટલો બધો વધી ગયો હતો કે ઉગ્ર મારામારી થી હતી. આ મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ થયો હતો. જ્યારે સાંસદોની વચ્ચે મારામારી અટકી નહતી ત્યારે સિક્યોરિટીમાં તહેનાત માર્શલોએ વચ્ચે પડીને સ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા હતા. કેપિટલ હિલ રમખાણોમાં ઓછામાં ઓછા ૧૩૮ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જવાબી ગોળીબારમાં ૫થી વધુ તોફાનીઓ માર્યા ગયા હતા.
અમેરિકામાં ૨૦૨૦માં થયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હાર થઈ હતી. ત્યારબાદ ૬ જાન્યુઆરી ૨૦૨૧માં કેપિટલ હિલ (અમેરિકાની સંસદ) પર તેમના સમર્થકોએ હુમલો કર્યો હતો. તેને ૨૦૨૦ની રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામને પલટાવવાના પ્રયાસો તરીકે જોવામાં આવ્યું હતુ. ટ્રમ્પ આ સમગ્ર હિંસામાં મુકપ્રેક્ષક બનીને બેસી રહ્યા હતા.