રાજસ્થાનમાં અશોક ગહલોત અને સચિન પાયલોટના સમર્થકો વચ્ચે પોસ્ટર વિવાદ

જયપુર,

રાજસ્થાનમાં ભારત જોડો યાત્રાની એન્ટ્રી પહેલા જ મુખ્યમંત્રી અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે પોસ્ટર વિવાદ શરૂ થઇ ગયો છે.રાજસ્થાનના ઝાલાવાડમાં પાયલોટ સમર્થકો દ્વારા કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાનું સ્વાગત કરતા અનેક પોસ્ટરો લગાવવામાં આવ્યા છે.આ પોસ્ટરોમાં રાહુલની સાથે પાયલોટની મોટી તસવીર લગાવવામાં આવી છે. જયારે ગહલોતની ખુબ નાની તસવીર લગાવવામાં આવી છે તેને લઇ ગહલોત સમર્થક નારાજ થઇ ગયા અને તેમણે સચિન પાયલોટના પોસ્ટરોને હટાવવાનો પ્રયાસ કર્યો હતો એ યાદ રહે કે ૨૯ નવેમ્બરે પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કે સી વેણુગોપાલે બંન્ને નેતાઓના હાથ ઉભા કરાવતા કહ્યું હતું કે કોંગ્રેસ એક છે.

એક તરફ કોંગ્રેસ મોટા મંચોથી એ બતાવવાનો પ્રયાસ કરી રહી છે કે અશોક ગહલોત અને સચિન પાયલોટની વચ્ચે બધુ બરાબર છે પરંતુ આ બંન્નેના સમર્થકો વચ્ચે બધુ બરાબર હોવાનું નજરે પડી રહ્યું નથી પાયલોટના સમર્થક પહેલા જ પોતાના નેતાની લગાવવામાં આવેલી તસવીરવાળા પોસ્ટરોની ઉપર પીસીસી સમર્થકો દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટરોનો વિરોધ કરતા જોવા મળ્યા હતાં. હકીકતમાં ભારત જોડો યાત્રાના પહેલા બંન્ને જુથોના સમર્થક યાત્રાના માર્ગ પર પોસ્ટર લગાવવા લાગ્યા આ મામલો ત્યારે વધુ ચર્ચામાં આવ્યો જયારે પીસીસી સમર્થક બનેર અને હોડગ લગાવવા માટે ઝાલાવાડ પહોંચ્યા હતાં જયાં તેમણે મંજુરી વીના પાયલોટ સમર્થકો દ્વારા બુક કરાવવામાં આવેલી જગ્યા પર પોસ્ટર લગાવવાનું શરૂ કરી દીધુ ત્યારબાદ પાયલોટ જુથના સમર્થક ધટના સ્થળે પહોંચ્યા અને વધારે કિંમત આપી સાઇટ બુક કરવાની વાત કહી વિરોધ કરવા લાગ્યા હતાં.

વિવાદ વધતા જોઇ પોલીસે ધટના પર પહોંચી હતી અને બંન્ને જુથોના સમર્થકોને સમજાવવાનો પ્રયાસ કર્યો અને પોલીસની પણ તહેનાતી કરવામાં આવી હતી એ યાદ રહે કે ભારત જોડો યાત્રા રાજસ્થાનના ઝાલાવાડ જીલ્લાના ઝાલરાપાટન વિધાનસભાના ચઉલી ગામમાં પ્રવેશી હતી અને દૌસાથી અલવર થઇ આ યાત્રા ૧૯ડિસેમ્બરની સવારે ૭ વાગે હરિયાણાની સીમામાં પ્રવેશ કરશે.