લખનૌ,
ઉત્તરપ્રદેશની મૈનપુરી લોકસભા બેઠકની પેટાચુંટણીમાં ભાજપ અને સપાની વચ્ચે જબરજસ્ત ટકકર જોવા મળી રહી છે. ચુંટણીના કારણે રાજનીતિક ગરમ થઇ ગઇ છે.આ દરમિયાન ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ પ્રસાદ મૌર્યે જીતનો દાવો કર્યો છે.તેમણે કહ્યું હતું કે આ વખતે મૈનપુરીમાં સપાની સાયકલ પંચર થવા જઇ રહી છે.એટલી જ નહીં કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે આ ચુંટણી નથી ગુંડાગીરી,ભ્રષ્ટ્રાચાર તોફાન કરનારા અને તોફાનો કરાવનારાઓને જડથી ઉખાડી ફેંકવાનો નિર્ણાયક સમય છે.
કેશવ પ્રસાદ મૌર્યે કહ્યું કે પેટાચુંટણીનું વાતાવરણ ભાજપમય થઇ ગયું છે.મૈનપુરી લોકસભા,રામપુર અને ખતૌલી વિધાનસભા વિસ્તારથી કમળ ખિલતા જ સપાની હારની સાથે સાથે એક ખુબ મોટી કામ થશે કે ભવિષ્ય માટે ગુંડાગીરી તુષ્ટિકરણ જાતિવાદ,ધનબળ બાહુબલની રાજનીતિનો પણ અંત આવશે
જો કે તેમના ટ્વિટનો યુઝર્સ જવાબ આપ્યો છે.એક યુઝરે લખ્યું છે કે ગેરંટી તો તમે સિરાથુ બેઠકની પણ ગેરંટી લીધી હતી અને જનતાએ નિષ્પક્ષ ચુંટણી કરી.આદરણીય શ્રી છોટે નેતાજીની વાત માનો ૧૦૦ ધારાસભ્ય લઇ સપામાં સામેલ થઇ જાવ અને મુખ્યમંત્રી બની જાવ આખરે દિવસ રાત આટલી સપાની બાબતમાં ચિતન કરવાથી તો સારી ઓફર મળી છે. એક અન્યે લખ્યું કે સાયકલ પંચર થનાર નથી પરંતુ આ વખતે તેમનું ટાયર જ ફાટી જશે એટલે કે પુરી રીતે ખતમ થઇ જશે