- મોરબીમાં દુષ્કર્મની ફરિયાદ પાછી ખેચી લેવા મહિલાના દીકરાને આરોપીના પિતા સહિત ત્રણની આપી ધમકી.
મોરબી,
મોરબીમાં પાલિકા દ્વારા રાત્રિ સફાઈ કામ કરવવામાં આવે છે જેમાં મહિલાઓ પણ કામ કરતી હોય છે તેવી જ રીતે ત્રણ દિવસ પહેલા એક મહિલા રાત્રિ સફાઈનું કામ કરી રહી હતી ત્યારે તે મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા ત્યાર બાદ તેને મોરબી નજીકના ગ્રામ્ય વિસ્તાર પાસે લઈ જઈને તેની સાથે બે શખ્સો દ્વારા વારાફરતી દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને પરિવારને પતાવી દેવાની ધમકી આપી હતી જેથી સારવાર લીધા બાદ ભોગ બનેલ મહિલાએ એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
જેના આધારે પોલીસે હાલમાં બંને આરોપીની ધરપકડ કરેલ છે અને તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા ઓરતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે. મોરબીમાં રાત્રી સફાઈની કામગીરીમાં મજૂરી કામ કરતી મહિલા શુક્રવારે રાતે કામ કરી રહી હતી ત્યારે બે શખ્સો તેની પાસે કબૂતરી કલરની સ્વીટ કારમાં આવ્યા હતા અને તેને ધારિયું બતાવીને કારમાં બેસી જવા માટે કહ્યું હતું અને ત્યાર બાદ તેને બળજબરી પૂર્વક આશિષ અને પંકજ નામના બે શખ્સો દ્વારા કારમાં મહિલાને લઈને જવામાં આવી હતી અને રવાપર ગામથી આગળના ભાગમાં આવેલ તળાવ પાસે વારાફરતી બંને શખ્સો દ્વારા ભોગ બનેલ મહિલા ઉપર દુષ્કર્મ આચારવામાં આવ્યું હતું અને બાદમાં ધારિયા વડે ઇજાઓ પહોંચાડીને કોઈને કહીશ તો તારા પરિવારને પતાવી દેશું તેવી ધમકી આપવામાં આવી હતી.
જેથી આઇપીસી કલમ ૩૭૬ (ડી), ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ અને ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે મોરબી સીટી એ ડિવિઝન પીઆઇ એચ.એ. જાડેજાના માર્ગદર્શન હેઠળ તપાસ કરવામાં આવી રહી હતી દરમ્યાન પોલીસે આ ગુનામાં આરોપી આશિષ હેમંતભાઈ આદ્રોજા (૨૯) રહે. રવાપર રોડ ગોલ્ડન વિવા મોરબી અને પંકજ અશ્વિનભાઈ પરમાર (૨૧) રહે. રવાપર બોની પાર્ક મોરબી વાળાની ધરપકડ કરેલ છે અને આ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે.
મોરબીમાં સફાઈનું કામ કરતી મહિલાને ધારિયું બતાવીને કારમાં ઉઠાવી ગયા હતા અને ત્યાર બાદમાં તેની સાથે બે શખ્સો દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું જેથી કરીને મહિલાએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે તેવામાં આરોપીના પિતા સહિતના ચાર શખ્સોએ ભોગ બનેલ મહિલાના દીકરાને ફરિયાદ પછી ખેચી લેવા માટે ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને હાલમાં વધુ એક ગુનો દુષ્કર્મ આચારનારા શખ્સનાં પિતા સહિત ચાર સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છે.
જેથી પોલીસે આરોપીને પકડી પાડવા માટે આગળની કાર્યવાહી કરેલ છે. મોરબીમાં પાલિકા દ્વારા રાત્રી સફાઈનું કામ કરતી મહિલાને બે ઈસમો ધારિયું બતાવીને તેની સાથે સ્વીટ કારમાં લઈને ગયા હતા ને ત્યાર બાદ ધારિયા વડે તેને શરીરે ઇજા કરી હતી અને આશિષ તેમજ પંકજ નામના બે શખ્સોએ મહિલાની સાથે દુષ્કર્મ આચર્યું હતું જેથી કરીને ઇજા પામેલ મહિલાને મોરબી સિવિલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને તેને સારવાર લીધા બાદ બે શખ્સોની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બે શખ્સોની સામે ફરિયાદ નોંધાવી છે દરમ્યાન આરોપીના પિતા અને તેની સાથે અન્ય ત્રણ શખ્સો ભોગ બનેલ મહિલાના દીકરા પાસે આવ્યા હતા અને તેની માતાએ કરેલ ફરીયાદને પછી ખેચી લેવા માટે આરોપીના ઉમરલાયક પિતા સહિત ત્રણ શખ્સોએ એક સંપ કરી સિવિલ હોસ્પિટલે આવી ભોગ બનેલ મહિલાના દીકરા તેમજ સાહેદને જાતી પ્રત્યે અપમાનિત શબ્દો બોલી, મનફાવે તેવી ગાળો આપી, ફરીયાદ પાછી ખેંચી લ્યો નહીંતર જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આઇ.પી.સી. કલમ ૫૦૪, ૫૦૬(ર), ૧૧૪ અનુસુચીત જાતિ અને અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) સુધારણા અધિનિયમ ૨૦૧૫ ની કલમ ગુનો નોંધીને આરોપીને પકડી લેવા માટે તજવીજ શરૂ કરી છે.