દિનેશ કાર્તિક , પંત બાદ વધુ એક ખેલાડી બન્યો રોહિત શર્માનો ‘શિકાર’

મુંબઇ,

ક્રિકેટના મેદાનમાં ખેલાડીઓ ઉત્સાહમાં અમુક ભૂલો કરે છે, જેના પછી તેમને ટીકાનો સામનો કરવો પડે છે. ખેલાડીઓ ઉત્સાહમાં ઘણી વખત અભદ્ર ભાષાનો ઉપયોગ કરે છે અને ઘણી વખત તેમના વિરોધીઓ સામે આવું થાય છે, જ્યારે ટીમનો કેપ્ટન તેના ખેલાડીઓ સાથે દુર્વ્યવહાર કરે ત્યારે પણ એવું બને છે. આવું જ કંઈક બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે દરમિયાન થયું હતું. બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડેમાં કેપ્ટન રોહિત શર્માએ વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કર્યો હતો.

વોશિંગ્ટન સુંદરે મેહદી હસનનો કેચ પકડવાની કોશિશ પણ કરી ન હતી, જેના પછી કેપ્ટન રોહિત શર્મા પોતાનો ગુસ્સો ગુમાવી બેઠો હતો. તે વોશિંગ્ટન સુંદર સાથે દુર્વ્યવહાર કરતો જોવા મળ્યો હતો. આ પહેલા કેએલ રાહુલે મેહદી હસનનો એક સરળ કેચ છોડ્યો હતો, જેના કારણે અંતમાં ભારત મેચ હારી ગયું હતું.

ધોનીની જેમ રોહિત શર્માને પણ કેપ્ટન કૂલ માનવામાં આવે છે. પરંતુ આ ખેલાડીએ ઘણી વખત મેદાન પર પોતાના જ ખેલાડીઓ સામે પોતાનો ગુસ્સો ગુમાવી દીધો છે.પ્રથમ વન ડેમાં ભારતીય ટીમ જીતની દાવેદાર માનવામાં આવતી હતી પણ બાંગ્લાદેશની ટીમે ભારત સામે રોમાંચક જીત મેળવી હતી. બાંગ્લાદેશમાં મેહેદી હસન મિરાજની શાનદાર બેટિંગને કારણે બાંગ્લાદેશની જીત થઈ હતી.

રોહિત શર્માએ સપ્ટેમ્બરમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ હૈદરાબાદમાં રમાયેલી ટી૨૦ મેચમાં દિનેશ કાર્તિકને ગાળો આપી હતી. વિશાખાપટ્નમમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રોહિત શર્માએ રિષભ પંતને ગાળો આપી હતી. આ મેચમાં પંતે ખોટા એન્ગલ પર થ્રો કર્યો હતો. ત્યારબાદ કેપ્ટન સાહેબ પોતાનો હોશ ગુમાવી બેઠા હતા. વર્ષે ૨૦૧૯માં વિશાખાપટ્ટનમ ટેસ્ટ દરમિયાન ચેતેશ્ર્વર પુજારાને પણ રોહિત શર્માએ ગાળો આપી હતી. જેમાં તેણે એક રન લેવા માટે પુજારાને અપશબ્દો કહ્યા હતા. ભલે રોહિત શર્માએ આ ગાળો કોઈ ભાવનાથી આપી ન હોય પરંતુ લાઈવ મેચમાં આવી ઘટના ખોટો સંદેશ આપે છે સાથે યુવા ખેલાડી પર દબાવ પણ વધી જાય છે.