પોલેન્ડને હરાવીને ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સ ક્વાર્ટર ફાઇનલમાં, એમ્બાપ્પેનું અદ્ભુત પ્રદર્શન

કતાર,

ક્તાર દ્વારા આયોજિત FIFA વર્લ્ડ કપ ૨૦૨૨ સીઝનમાં રવિવારે રાત્રે પ્રી-ક્વાર્ટર ફાઈનલની ત્રીજી મેચ રમાઈ હતી. આ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાન્સે શાનદાર પ્રદર્શન કર્યું અને રોબર્ટ લેવાનડૉસ્કીની ટીમે પોલેન્ડને ૩-૧થી હરાવ્યું હતું. આ સાથે ફ્રાન્સ પણ ક્વાર્ટર ફાઈનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. અત્યાર સુધી વર્લ્ડ કપના ઈતિહાસમાં ૮ ગોલ કર્યા છે.

આ મેચના હીરો ૨૩ વર્ષીય એમ્બાપ્પે અને ઓલિવિયર રહ્યા હતા. એમ્બાપ્પેએ ૨ શાનદાર ગોલ કર્યા હતા, જ્યારે ગિરાડે એક ગોલ કરીને તેની ટીમ ફ્રાંસને સુપર-૮ સુધી પહોંચાડી હતી. ફ્રાન્સે છેલ્લી વખત આ ટાઇટલ કબજે કર્યું હતુ. ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપના ઈતિહાસમાં ૯મી વખત ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી છે.

પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચમાં ફ્રાન્સની ટીમે પોલેન્ડ સામે શરૂઆતથી જ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. મેચનો પ્રથમ હાફ ગોલ રહિત ડ્રોમાં સમાપ્ત થવા જઈ રહ્યો હતો કે તેની એક મિનિટ પહેલા એટલે કે ૪૪મી મિનિટે ઓલિવિયરે મેચનો પહેલો ગોલ કરીને ફ્રાન્સને ૧-૦ની સરસાઈ અપાવી હતી. આ ગોલમા એમ્બાપ્પે દ્વારા મદદ કરવામાં આવી હતી. આ પછી મેચના બીજા હાફમાં એકવાર ફ્રાન્સે તેની જોરદાર રમત બતાવી હતી. આ વખતે એમ્બાપ્પે આસિસ્ટ કર્યા વિના ગોલ કર્યો અને પોતાની ટીમને ૨-૦ની લીડ અપાવી. એમ્બાપેએ ૭૪મી મિનિટે ઓસમાન ડેમ્બેલની સહાય પર આ ગોલ કર્યો હતો.

ટીમ માટે ત્રીજો ગોલ પણ કર્યો હતો. આ ગોલ ૯૦ ૧મી મિનિટમાં થયો હતો. આ પછી પોલેન્ડ ટીમના કેપ્ટન લેવાન્ડોવસ્કીએ પણ ગોલ ફટકાર્યો હતો. તેણે ૯૦મી ૯મી મિનિટમાં પેનલ્ટી વડે આ ગોલ કર્યો હતો. પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો ન હતો. આ રીતે ફ્રાન્સે ૩-૧થી મેચ જીતી લીધી હતી.