- ખાનપુરના બાકોર ગામે ઈ.વી.એમ.ખોરવાતા મતદારોમાં રોષ
લુણાવાડા,
મહિસાગર જિલ્લાની 3 વિધાનસભા માટે સવારે મતદાન શરૂ કરાયુ હતુ. મતદાન દરમિયાન અમુક જગ્યાએ ઈવીએમ મતદાન ખોટકાયા હતા. શાંતિપુર્ણ માહોલમાં યોજાયેલ આ મતદાનમાં સરેરાશ 54.26 ટકા મતદાન નોંધાવવા પામ્યુ છે.
મહિસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠકો માટે વહેલી સવારે 8 વાગ્યે મતદાન શરૂ કરાયુ હતુ. મતદાન પ્રક્રિયા શાંતિપુર્ણ માહોલમાં સંપન્ન થયુ હતુ. મતદાન દરમિયાન ખાનપુરના બાકોર ગામે ઈ.વી.એમ.મશીન ખોરવાતા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બે વાર ઈ.વી.એમ.મશીલ બદલવામાં આવ્યા હતા. મતદાન શરૂ ન થતાં મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જિલ્લાની 3 વિધાનસભા બેઠકો ઉપર મતદારોએ ઉત્સાહ પુર્વક મતદાન કર્યુ હતુ. બાલાસિનોર વિધાનસભા બેઠક ઉપર મતદારોનુ મતદાન કરવા માટે નિરસતા જોવા મળી છે જયારે સંતરામપુર અને લુણાવાડા બેઠક ઉપર મતદારોએ ઉત્સાહ સાથે મતદાન કર્યુ હતુ. મહિસાગર જિલ્લાની 3 વિધાનસભા બેઠકો ઉપર સરેરાહ 54.26 ટકા મતદાન નોંધાવવા પામ્યુ છે.
મહિસાગર વિધાનસભામાં નોંધાયેલ સરેરાશ મતદાનના આંકડા
લુણાવાડા – 60.06 ટકા
બાલાસિનોર – 49.79 ટકા
સંતરામપુર – 52.00 ટકા