દાંતિયા આશ્રમ શાળામાં ચુંટણીમાં પોલીસ ફોર્સ માટે વ્યવસ્થા કરવા જનારને કોંગ્રેસના માણસો છો તેમ કરી માર મારવામાં આવ્યો

દાહોદ,

દાતીયા આશ્રમ શાળામાં ચુંટણીમાં બહારથી આવનાર પોલિસ ફોર્સના રહેવા માટે રૂમ તથા ગાદલાની સગવડ કરવા ગાડી લઈને જઈ રહેલા વ્યક્તિને લીમડી કારઠ રોડ પર ભાજપ પક્ષના કાર્યલય સામે ચારેક જણાએ રોકી ગાડીમાંથી નીચે ઉતારી તું કોંગ્રેસ પક્ષનો માણસ છે અને કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરવા જાય છે કહી બે ત્રણ ઝાપટ મારી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ કરી ગાડીનો કાચ તોડી નાંખી નુકશાન પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપ્યાનું જાણવા મળ્યું છે.

ઝાલોદ પંચાલ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ માનસીંગભાઈ બારીયા તથા તેમના માણસો તેમની જીજે20 એન-8267 નંબરની સ્વીફટ ડીઝાયર ગાડી લઈ દાંતીયા આશ્રમ શાળામાં ચુંટણીમાં બહારથી આવનાર પોલિસ ફોર્સના રહેવા માટે રૂમ તથા ગાદલાની સગવડ કરવા જઈ રહ્યા હતા તે દરમ્યાન લીમડી નગરમાં કારઠ રોડ પર આવેલ ભાજપ કાર્યલય સામે ઉભેલા રૂપાખેડા ગામના રણવીરભાઈ ભુરીયા તથા બીજા બે ત્રણ જણાએ ભેગા મળી સુનીલભાઈ માનસીંગભાઈ બારીયાને સ્વીફટ ડીઝાયર ગાડી રોકી સુનીલભાઈ બારીયાને ગાડીમાંથી નીચે ઉતારીબેફામ ગાળો બોલી તું કોંગ્રેસ પક્ષનો માણસ છે અને કોંગ્રેસ પક્ષનો પ્રચાર કરવા જાય છે તેમ કહી સુનીલભાઈને મોઢાના ભાગે બે ત્રણ ઝાપટ મારી તથા ગડદાપાટુનો મારમારી ઈજાઓ પહોંચાડી હતી તેમજ જાનથી મારી નાંખવાની ધાકધમકી આપી હતી. આ સંબંધે ઝાલોદ પંચાલ સોસાયટીમાં રહેતા સુનીલાઈ માનસીંગભાઈ બારીયાએ નોંધાવેલ ફરિયાદને આધારે લીમડી પોલિસે ઈપિકો કલમ 341, 323, 427, 504, 506(2), 114 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે.

Don`t copy text!