દાહોદ જિલ્લાની 06 વિધાનસભાનું કુલ 55.80 ટકા મતદાન

દાહોદ,

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ 6 વિધાનસભા બેઠક પર આજે વહેલી સવારે શરૂ થયેલું મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયું હતું. ફતેપુરા તાલુકાના મારગાળા ગામે એક મારામારીના બનાવને બાદ કરતા અન્ય કોઈ જગ્યાએ અનિચ્છનીય બનાવ બનવા ન પામતા સો કોઈએ હાથકારો લીધો હતો. તો સાંજે 5:00 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ બુથો ઉપર મતદાન કરવા માટે આવેલા મતદારો કતારોમાં ઊભા નજરે પડ્યા હતા. સાંજ સુધી કેટલાક બુથો પણ મતદાન ચાલુ હોવાનું જાણવા મળી રહી છે.એટલે ઓવરઓલ દાહોદ જિલ્લામાં ગત વર્ષ કરતા બે પાંચ ટકા ઓછું મતદાન થવાનું અણસાર લાગી રહ્યું છે. જોકે વહેલી સવારથી વહેલી સવારથી જ શરૂ થયેલા મતદાનમાં થોડી નીરસતા જણાઈ હતી. પરંતુ જેમ જેમ દિવસ ઉગતો ગયો તેમ તેમ મતદાન મથકો ઉપર મતદારોની કતારો જોવા મળી હતી. એકધારૂં ચાલતું મતદાન બપોરે થોડુંક ધીમું પડ્યું હતું. પરંતુ સાડા ત્રણ વાગ્યા પછી એટલે કે છેલ્લા દોઢ કલાકમાં શહેરી વિસ્તારના મતદારો પણ મતદાન મથકો સુધી મતદાન કરવા માટે પહોંચ્યા હતા. જોકે આ વખતે ગ્રામીણ વિસ્તારોમાં પણ મતદાનનો ઉત્સાહ જોવા મળ્યો હતો.અનેક અટકળો વચ્ચે રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપ કરી સામાન્ય ફરિયાદો કરી હતી. પરંતુ તેમાં કોઈ તથ્ય ન જણાતા દાહોદના ચૂંટણી પંચે હાશકારો લીધો હતો. તો ઉચવાણીયા તરફ મધ્યપ્રદેશના લોકો આવીને મતદાન કરી રહ્યા હોવાની પહેલી ફરિયાદમાં સ્થળ ચકાસણી કરતા આમ આદમી પાર્ટીના એક સમર્થક ને કોઈપણ પુરાવો ન લઈને જતા એટલે મતદાન માટેનું કોઈ પણ જરૂરી પુરાવો ન જણાતા તેણે રોકવામાં આવ્યું હતું. અને તેના કારણે આક્ષેપ કરાય હોવાનું ફલિત થયું છે. એકંદરે દાહોદમાં છ એ છ વિધાનસભા સીટ પર પૂર્વાનુંમાન મુજબ કોઈ લોહિયાળ જંગ ન ખેલાતા અને શાંતિપૂર્ણ રીતે મતદાન થતાં તમામ રાજકીય પક્ષોમાં એક પ્રકારની અસમંજસતાનો જન્મ થવા પામ્યો છે. જોકે તમામ રાજકીય પક્ષોએ જંગી બહુમતીથી વિજય થવાના વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ત્યારે દાહોદ જિલ્લામાં ચૂંટણી જંગ ચૂંટણી પરિણામ બાદ જ ખબર પડશે. હાલ દાહોદ જિલ્લાના 35 ઉમેદવારોના ભાવી ઇવીએમમાં સીલ થયા છે.ત્યારે આઠમી તારીખે મત ગણતરી માટે ની તૈયારીઓમાં પણ રાષ્ટ્રીય પક્ષો લાગી ગયા છે.દાહોદ જિલ્લામાં 2017ની ચૂંટણીમાં લીમખેડા 70, બારીયા 72, દાહોદ 68, ઝાલોદ 64, ગરબાડા 59, તેમજ ફતેપુરામાં 64 ટકા મળી જિલ્લાનું કુલ 68.20 ટકા મતદાન નોંધાયું હતું. જયારે આ વખતે 2022 ની ચૂંટણીમાં ફતેપુરામાં 52.08, ટકા, ઝાલોદમાં 54.54, લીમખેડા 65.20, દાહોદ 56.45, ગરબાડા,48.10, દે. બારીયા 60.48 એટલે સરેરાશ 55.80 ટકા મતદાન થવા પામ્યું છે.છેલ્લી ગણતરી પ્રમાણે દાહોદ જિલ્લાનું મતદાન 58 થી 60 ટકા વચ્ચેનું રહેવાનો અંદાજો સેવાઈ રહ્યો છે તો આ વખતે 15 લાખથી વધુ મતદારો પૈકી 4,39,522 જેટલાં પુરૂષ મતદારોએ જયારે 4,44,868 મહિલાઓએ પોતાનો મતાઅધિકારનો ઉપયોગ કરી કર્યો હતો.ગત વિધાનસભાની ચૂંટણી સાથે સરખાવીએ તો દાહોદમાં ગત ચૂંટણીની પેટર્ન પ્રમાણે ચાલુ વિધાનસભાની ચૂંટણીમાં એજ પેટર્ન પ્રમાણે જે સીટ પર ઓછું મતદાન થયું હતું. ત્યાં ઓછું જ થવા પામ્યું હતું. અને જે સીટ પર વધુ મતદાન નોંધાયું હતું.ત્યાં આ વખતે વધુ મતદાન નોંધાયું હતું.

11 વાગ્યા સુધીમાં 09 વીવીપેટ, 02 કંટ્રોલ યુનિટ અને 01 બેલેટ યુનીટ મળી કુલ 12 વસ્તુ ખોરવાઈ હતી જે પૈકી ફતેપુરામાં એન ડીયુ અને સીયુ ખોરવાયું હતું. ઝાલોદમાં 05 વીવીપેટ, લીમખેડામાં 04 વીવીપેટ જ્યારે દાહોદ 01 કંટ્રોલ યુનીટનો સમાવેશ થાય છે બીજી તરફ દાહોદ જિલ્લાના 1662 મતદાન મથકો પૈકી 892 મતદાન મથકોનું લાઈવ વેબ કાસ્ટીંગ ચાલી રહ્યું છે અને એનું સર્વેલન્સ જિલ્લા ચુંટણી અધિકારી અને અન્ય ચુનંદા સ્ટાફ કરી રહ્યાં છે જ્યારે મીડીયા સર્વેલન્સ રૂમ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. તમામ રાજકીય પક્ષો આક્ષેપ પ્રતિઆક્ષેપની ફરિયાદો કરી રહ્યાં છે જેમાં મુખ્યત્વે દેવગઢ બારીઆ બાજુ તો આમ આદમી પાર્ટીએ મધ્ય પ્રદેશના માણસો લાવી વોટીંગ કરાવી રહ્યાં હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યાં છે. ઉપરોક્ત ખોટકાયેલ મશીન દરમ્યાન કોઈ જગ્યાએ મતદાન રોકાયું નથી અને ખોટકાયેલા મશીનોને તાત્લાકિ રીપેરીંગ કરી પુન: મતદાન કાર્ય શરૂં કરવામાં આવ્યું હતું.

દાહોદ જિલ્લામાં સમાવિષ્ટ કુલ 06 વિધાનસભા બેઠક માટે આજ સવારના 08 વાગ્યાથી મતદાન શરૂં થઈ ગયું હતું. પ્રથમ 01 કલાક એટલે કે, 09 વાગ્યા સુધી જિલ્લામાં કુલ 4.35 ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં 3.79 ટકા, ઝાલોદમાં 4.27 ટકા, લીમખેડામાં 4.20 ટકા, દાહોદમાં 4.35 ટકા, ગરબાડામાં 5.33 ટકા અને દેવગઢ બારીઆમાં 4.00 ટકા મતદાન થવા પામ્યું હતું જ્યારે 09 થી 11 વાગ્યા સુધી કુલ 16.91 ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરામાં 13.18 ટકા, ઝાલોદમાં 19.06 ટકા, લીમખેડામાં 17.45 ટકા, દાહોદમાં 17.23 ટકા, ગરબાડામાં 17.93 ટકા અને દેવગઢ બારીઆમાં 16.41 ટકા મતદાન થયું હતું. વહેલી સવારની ઠંડીને પગલે મતદાનની ગતિ ધીમી જોવા મળી હતી પરંતુ બાદમાં 09 વાગ્યા બાદ મતદારોનો ઘસારો જોવા મળ્યો હતો. દાહોદ જિલ્લામાં સવારના 08 થી 01ના સમયગાળા દરમ્યાન જિલ્લામાં કુલ 34.44 ટકા મતદાન થવા પામ્યું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં 34.61 ટકા, ઝાલોદમાં 34.69 ટકા, લીમખેડામાં 40.48 ટકા, દાહોદમાં 31.26 ટકા, ગરબાડામાં 32.69 ટકા અને દેવગઢ બારીઆમાં 34.19 ટકા મતદાન થવા પામ્યું હતું. બપોરના 03 વાગ્યા સુધી દાહોદ જિલ્લામાં કુલ 46.17 ટકા મતદાન થયું હતું જેમાં ફતેપુરા વિધાનસભામાં 47.00 ટકા, ઝાલોદમાં 46.67 ટકા, લીમખેડામાં 51.72 ટકા, દાહોદમાં 43.77 ટકા, ગરબાડામાં 43.50 ટકા અને દેવગઢ બારીઆમાં 45.63 ટકા મતદાન થયું હતું. દાહોદ જિલ્લામાં મતદાન મથકે બપોર બાદ મતદારોનો ઘસારો જોવા મળ્યો હતાં. લાંબી લાઈનો મહિલા તથા પુરૂષ મતદારો ઉત્સાહભેર મતદાન કરતાં જોવા મળ્યાં હતાં.

Don`t copy text!