ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવા પંચમહાલ જિલ્લામાં 35 સખી મતદાન મથકો તૈયાર કરાયા છે

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં બીજા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં કુલ-1510 મતદાન મથકો આવેલ છે. જે મતદાન મથકો પૈકી ચૂંટણી પ્રક્રિયામાં મહિલાઓની ભાગીદારી સુનિશ્વિત કરવા અને જેન્ડર ઇક્વાલિટીને પ્રોત્સાહન આપવા માટે દરેક વિધાનસભા મતવિસ્તાર દીઠ 7(સાત) “સખી” મતદાન મથકો (આમ જિલ્લામાં કુલ 35- સખી મતદાન મથકો) તૈયાર કરવામાં આવ્યા છે.

તે અંતર્ગત ગોધરા વિધાનસભા મતવિસ્તરના ગોવિંદી ખાતે સખી મતદાનમથક ઊભું કરવામાં આવ્યું છે. જેમાં આ મતદાન મથક સંપૂર્ણપણે બહેનો દ્વારા સંચાલિત છે તથા લાંબી કતારોમાં મતદારો મતદાન કરવા માટે ઉમટી પડ્યા હતા.

આ મતદાન અંગે પ્રતિભાવ આપતા જગદીશભાઈ બારીયા જણાવ્યું હતું કે બહેનો દ્વારા સંચાલિત આ મતદાન મથકમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાઈ રહ્યું છે. લોકશાહીને મજબૂત કરવા માટે હું પણ મત આપવા માટે આ મતદાન મથકે આવ્યો છું. અહીંનો માહોલ જોઈ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સખી મતદાન મથકમાં મતદાન અંગે સારી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તથા મતદારો ઉત્સાહપૂર્વક તેમના મતનો ઉપયોગ કરી રહ્યા છે.

Don`t copy text!