વેજલપુર ગામમાં શાંતિ પૂર્ણ માહોલ વચ્ચે ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ 11 ભાવિ ઉમેદવાર નું ભાવિ ઈ વી એમ મસીનો માં સીલ

વેજલપુર,

કાલોલ વિધાનસભા બેઠક વિસ્તારમાં આવેલ વેજલપુર ગામના 11 બુથો ઉપર લોખંડી પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો હતો અને વેજલપુરના તમામ બુથો ઉપર શાંતિ પૂર્ણ મતદાન યોજાયું કાલોલ વિધાનસભા બેઠક 11 ભાવિ ઉમેદવારનું ભાવિ આજે ઈવીએમ મસીનોમાં પુલિંગ એજન્ટ અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં સીલ કરવામાં આવ્યું અને તમામ ઈવીએમ મસીનો સહી સલામત સ્થળે પોહચડવામાં આવિયા ત્યારે વેજલપુર ગામમાં શાંતિ પૂર્ણ માહોલમાં લોખંડી પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિ પૂર્ણ મતદાનમાં યોજાયું હતું અને ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ કાલોલ વિધાનસભા બેઠકના 11 ભાવિ ઉમેદવારોનું ભાવિ ઈવીએમ મસીનોમાં સીલ કરી દેવાયું ત્યારે વાત કરીએ તો વેજલપુર ગામના ટોટલ મતદાર 9585 છે અને વેજલપુર ગામા 11 બુથો આવેલ છે ત્યારે તમામ બુથો ઉપર 7000નું મતદાન થયું હતું ત્યારે માત્ર વેજલપુર ગામમાં 70.92% ટકા મતદાન નોંધાયું હતું અને ક્ધયા શાળાના બુથ ઉપર સીનયર સીટી ઝન વિલચેર ઉપર મતદાન કરવા આવેલ સીનયર સીટી ઝન મતદારને ફૂલ આપી સમ્માન સાથે મતદાન કરવવામાં આવ્યું હતું અને સ્વથી વધારે મતદાન ગ્રામ પંચાયતના બુથ ઉપર આવેલ મતદાન મથકે મતદાન કરવામાં આવ્યું હતું અને મોડી સાંજ સુધી લાંબી કતાર જોવા મળી હતી અને સાંજે 5.45 સુધી વેજલપુર ગ્રામ પંચાયતના બુથ ઉપર લાંબી કતારને લય મોડી સાંજ સુધી મતદાન યોજાયું હતું અને હવે તમામ ઉમેદવારનું ભાવિ ઈવીએમમાં સીલ થતા કોની કિસ્મત ચમકશે અને કોણ બાજી મારશે તે હવે આવનાર તા.8/12/2022 ના રોજ ઈવીએમના સીલો ખુલશે ત્યારે ખબર પડશે.

Don`t copy text!