પંચમહાલ ઓબ્ઝર્વરઓએ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરીંગ સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મોકપોલ પક્રિયા પૂર્ણ થયા બાદ જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાનનો પ્રારંભ થયો છે. અહીંના 757 પોલિંગ સ્ટેશનનું ગોધરા ખાતેથી લાઈવ વેબ કાસ્ટિંગ થઈ રહ્યું છે. જિલ્લા ચૂંટણી અધિકારી સુજલ મયાત્રા દ્વારા તાત્કાલિક આદેશ આપી વિવિધ સમસ્યાઓનો ઝડપી નિકાલ કરાઈ રહ્યો છે. અહીંથી તાત્કાલિક સેકટર ઓફિસર, આરઓને જાણ કરીને સમસ્યાને તાત્કાલિક દૂર કરાઈ રહી છે.

પંચમહાલ જિલ્લામાં ચૂંટણીલક્ષી કામગીરી માટે નિમાયેલા ઓબ્ઝર્વરઓએ વેબ કાસ્ટિંગ કંટ્રોલ રૂમ અને મીડિયા મોનિટરિંગ સેન્ટરની મુલાકાત લઈ નિરીક્ષણ કરી જરૂરી સૂચનો કર્યા હતા.

પંચમહાલ જિલ્લામાં ગોધરા ખાતેથી 757 મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થકી નજર રાખવામાં આવી રહી છે અને કોઈપણ પ્રકારની મુશ્કેલીને તાત્કાલિક દૂર કરવામાં આવી રહી છે. જિલ્લામાં હાલોલ વિધાનસભા મત વિસ્તારમાં 173 બુથો, કાલોલ વિધાનસભા વિસ્તારમાં 132 બુથો, ગોધરા વિધાનસભા વિસ્તારમાં 158, શહેરા વિધાનસભા વિસ્તારમાં 190 તથા મોરવા હડફ વિધાનસભા વિસ્તારમાં 104 બુથો પર લાઈવ વેબ કાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે.

Don`t copy text!