- કોંગ્રેસ ના ઉમેદવારે તેમનાજ એજન્ટ ને લાફો માર્યો
- ગામના યુવાન ને લાફો મારતા ગ્રામજનો રોષે ભરાઈ કાર નો કાચ તોડ્યો
- ભાજપ ના આગેવાનો કોંગ્રેસ ના ઉમેદવાર ની મદદે આવ્યા
- ગોદલી બુથ ઉપર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો ઉચ્ચ પોલીસ અધિકારીઓ તથા સેના ના જવાન નો ચુસ્ત બંદોબસ્ત
કાલોલ વિધાનસભા મત વિસ્તારમાં આવતા ગોદલી ગામે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન ચાલી રહ્યુ હતુ અને મતદારો મતદાન કરવા માટે મોટી સંખ્યા માં ઉમટી પડ્યા હતા તે સમયે કોંગ્રેસ ના ઉમેદવાર પ્રભાતસિંહ ચૌહાણ બુથ ઉપર આવ્યા હતા અને તેમના દ્વારા બેસાડેલા કોંગ્રેસ નાં એજન્ટ સુરેશ બારીયા ને મતદાન વિશે પૂછ પરછ કરી વિગત માંગતા હતા ત્યારે એજન્ટ જોઈ ને કહ્યુ તેમ કહી માહિતી જોઈ રહ્યા હતા માહિતી કાઢવામાં થોડી વાર લાગતા ઉમેદવારે પોતાના એજન્ટ ને લાફો મારી દીધો હતો એજન્ટ ગોદલી ગામનો હોય પોતાના ગામના યુવક ને લાફો મારી દેતા ગ્રામજનો ઉશ્કેરાયા હતા અને ઉમેદવાર ની કાર ઉપર પથ્થર મારી કાચ તોડ્યો હતો
કેટલાક ભાજપ ના આગેવાનો એ વચ્ચે પડી મામલો શાંત પાડ્યો હતો ગોદલી ગામે બબાલ થઈ હોવાની ભાજપ ના ઉમેદવાર ને ખબર પડતાં તેઓ તાત્કાલિક ગોદલી કાચલાં ફળિયા બુથ ઉપર પહોંચી બનાવ ની વિગત મેળવી હતી અને ગ્રામજનો ને શાંતિ જાળવી મતદાન કરવા અપીલ કરી હતી