કોલકતા,
તૃણમુલ કોગ્રેસના રાષ્ટ્રીય મંહાસચિવ અભિષેક બનર્જીએ અભિનેતા અને ભાજપ નેતા પરેશ રાવલની ટિપ્પણી પર પ્રતિક્રિયા આપી હતી. એટલુ જ નહી પરેશ રાવલની માછલી વાળી ટીપ્પણીને લઇને તેણે પશ્ચિમ બંગાળના વિરોધ પક્ષના નેતા સુવેંદુ અધિકારીને પર પણ પ્રહાર કર્યા હતા. અભિષેક બનર્જીએ કહ્યુ કે, ’ શું અત્યાર સુધી સદૈંદ અધિકારીએ આ નિવેદનની આલચના કરી છે. નથી કરી.. ખબર છે તે આ ટીપ્પણીનો વિરોધ કરશે. પ્રવર્તમાન નિદેશાલય ઇડી નોટીસ મોકલવા લાગશે. અભિષેક બનર્જીએ કહ્યુ કે, સવેંદુ અધિકારી દિલ્હીમાં પોતાના આકાઓના પગમાં પડી રહ્યા છે. શઉં અધિકારીએ ના ટીપ્પણીનો એક પણ વાર વિરોધ કર્યો છે. ? તેવું કરવાની હિમ્મત છે. શુક્રવારે ભાજપા પશ્ચિમ બંગાળના રાજ્ય સચિવ મોહમ્મદ સલીમને પરેશ રાવલની ટીપ્પણીને લઇને તેના વિરુદ્ધ પોલીસ ફરીયાદ દાખલ કરી છે.
એ યાદ રહે કે ગુજરાત બીજેપી માટે પ્રચાર કરતા પરેશ રાવલે કહ્યુ કે, ગેસ સિલિન્ડર મોધો છે પરંતુ તેની કિમત નીચે જશે. લોકોને રોજગાર પણ મળશે. શું થશે જો હોહિગ્યા પ્રવાસી અને બાંગ્લાદેશી દિલ્હીમાં તમારી આસપાસ રહેવા લાગે તો ? શું થશે? તમે ગેસ સિલિન્ડરથી શુ કરશો બંગ્લા માટે માછલી પકવશો. આ નિવેદન પર વિવાદ થયા બાદ પરેશ રાવલે એક સ્પષ્ટીકરણ કરતા જણાવ્યું હતુ કે, બેશક માછલી કોઇ મુદ્દો નોથી. કેમ કે, ગુજરાતી માછલી પકવે છે અને ખાય છે. હું બંગાળીઓ પાસે સ્પષ્ટ કરી દઉછું કે, મારો અર્થ ગેરકાયદેસર બાંગ્લાદેશી અને રોહિગ્યાથી હતો. પરંતુ તેમ છતા પણ મે તમારી ભાવનાઓને ઠેસ પહોચાડી હોય તો માંફી માગુ છુ. અભિેષેક બનર્જી પરેશ રાવલના સ્પષ્ટીકરણ પર પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યુ હતુ કે, પરેશ રાવલે બંગાળીને કહ્યુ છે કે, તેનો મતલબ બાંગ્લાદેશી અને રોહિંગ્યાથઈ છે. તે માછલી ખાનાર બંગાળીયો પર કટક્ષ કરે છે.