
શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાંથી હત્યા કરેલી પરણીતાની લાશ મળી આવતા ચકચાર મચી ગઈ હતી.પોલીસ તપાસમાં ગોધરા તાલુકાના કુંડલા ગામની રંજન પટેલ નામની પરણીતાની લાશ હોવા સાથે લાશ પાસેથી શ્રીફળ ,ફૂલ મળી આવતા તાંત્રિક વિધિની આંશકા સેવાઈ રહી છે. જોકે આ બનેલી દુઃખદ ઘટનામાં બે દીકરાઓએ પોતાની માતાની છત્રછાયા ગુમાવી હતી.
શહેરા તાલુકાના ડુમેલાવ ના જંગલ માંથી મહિલાની લાશ મળી આવી હતી. પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર ચૌધરી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જઈને લાશ ને જોતા મહિલાની હત્યા થઈ હોવાનું સામે આવ્યું હતું. જંગલમાંથી મળી આવેલી હત્યા કરેલી લાશ ગોધરા તાલુકાના કુંડલા ગામની પરણીતા રંજન કેવળભાઈ પટેલ ની હોવા સાથે મહિલાની લાશ પાસેથી ફુલ તેમજ શ્રીફળ મળી આવતા પોલીસ માટે એક વિચારવા જેવો પ્રશ્ન આ બની જવા સાથે તાંત્રિક વિધિની આશંકા સેવાઈ રહી હતી.આ હત્યાની ઘટનામાં ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) ની પણ મદદ લેવામાં આવવા સાથે પોલીસ દ્વારા મૃતક રંજન ના સાસરી પક્ષના પતિ સહિત અન્ય લોકોની પણ પૂછપરછ હાથધરી હતી.આ બનેલી દુઃખદ ઘટનાની જાણ મરણ ગયેલ રંજનના પિયર પક્ષ ને થતા તેના ભાઈ સહિત કુટુંબીજનો ઘટના સ્થળે દોડી આવીને રંજનના હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ પોલીસ સમક્ષ કરી હતી. આ જંગલની બાજુમાં હત્યા થયેલ મહિલાનું ગામ હોવા સાથે રંજનની હત્યા કરીને લાશ અહીં ફેકવામાં આવી કે પછી જંગલમાં હત્યા કરી હશે કે શું? તે દિશામાં પોલીસ ઝીણવટ ભરી તપાસ શરૂ કરવા સાથે હત્યારાઓ સુધી પહોંચવાની કોશિશ કરી રહ્યા હોવાનું લાગી રહયુ છે,

ઉલ્લેખનીય છેકે રંજન પટેલ ની હત્યા નો હત્યારો કોણ તે પ્રશ્ન હાલ પોલીસ અને મરણ જનાર મહિલા ના પરિવારજનો માટે બન્યો છે મહિલા ની હત્યા કરનાર નજીક નો તો નહી હોય ને ? તેવા અનેક સવાલો વચ્ચે બે દીકરાઓને માતાનો પ્રેમ હવે મળી શકશે નહી,રહસ્યમય સંજોગોમા કરપીણ હત્યા થતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે જંગલમા મહિલાની લાશ મળી આવતા મોટી સંખ્યામાં લોક ટોળા પણ ઉમટી આવ્યા હતા.
શહેરા તાલુકાના ડુમેલાવ ના જંગલમાંથી ગોધરા તાલુકાના કુંડલા ગામની મહિલાની હત્યા કરેલી લાશ મળી આવી હતી. પોલીસ દ્વારા આ બાબતે ઝીણવટ ભરી તપાસ શરૂ કરવા સાથે હત્યા થયેલ રંજન પટેલ નો મોબાઇલ તાલુકાના પાદરડી ગામના તળાવના ઝાડી ઝાંખરા માંથી મળી આવ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું હતું. જોકે રંજન ની હત્યા કોણે કરી હશે તે પ્રશ્ન પોલીસ અને મરણ ગયેલ ના પિયર પક્ષ માટે બની જવા પામ્યો હતો..

ડુમેલાવ ના જંગલમાંથી બે સંતાનોની માતા ની લાશ મળી આવી તે લાશની પાસેથી ફુલ અને શ્રીફળ પણ મળી આવતા પોલીસ દ્વારા આ એક તપાસનો વિષય પણ બની જવા પામ્યો હતો. પોલીસ સમક્ષ પિયર પક્ષ દ્વારા રંજનની હત્યા કરનાર ને કડકમાં કડક સજા કરવામાં આવે અને વહેલી તકે પકડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
હત્યા સ્થળ પરથી જાણવા મળેલ મુજબ મૃતક રંજન બેન કેવળ પટેલ ગોધરા તાલુકાના કુંડલા ગામ ખાતે તેની સાસરી અને બે દીકરાની માતા હોવા સાથે તેનું પિયર બખ્ખર ગામની હોવાનું જાણવા મળ્યું હતું.આ હત્યા મામલે પોલીસ દ્વારા મરણ ગયેલ રંજનના પતિ સહિત સાસરી પક્ષના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. જોકે રંજનની હત્યા કઈ રીતે થઈ હશે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી.