ગેંગસ્ટર રાજુ ઠેઠ મર્ડર મામલે પોલીસ એક્શનમાં: તમામ ૫ આરોપીને ઝડપી લેવાયા

  • ચારેય શૂટરો હરિયાણાના રહેવાસી.

જયપુર,

રાજસ્થાનના સીકર જિલ્લામાં ગેંગસ્ટર રાજુ ઠેઠની હત્યા બાદ પોલીસ એક્શન મોડમાં આવી છે. પોલીસે રાજુ ઠેઠ હત્યા કેસના પાંચેય શૂટરોની ધરપકડ કરી લીધી છે. પોલીસે આ કાર્યવાહી માત્ર ૨૪ કલાકમાં પૂર્ણ કરી હતી. તેને રાજસ્થાન પોલીસની મોટી સફળતા માનવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓ પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં કરી રહ્યા છે. આરોપીને પકડવા માટે ઘટના બાદ જ ’એ’ વર્ગ નાકાબંધી કરવામાં આવી હતી. પાંચ આરોપીઓની ધરપકડ બાદ સીએમ અશોક ગેહલોતે ટ્વીટ કરીને માહિતી શેર કરી હતી. પોલીસે એન્કાઉન્ટર બાદ શૂટરોની ધરપકડ કરી હતી. એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ રવિ પ્રકાશ મેહરાડા અને જયપુરના એડિશનલ કમિશનર ઓફ પોલીસ અજય પાલ લાંબા સીકર જવા રવાના થઈ ગયા છે.

અગાઉ પોલીસે રાજુ ઠેઠની હત્યામાં સંડોવાયેલા ૪ આરોપીઓની ઓળખ કરી લીધી છે. ચારેય શૂટરો હરિયાણાના રહેવાસી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, ગેંગ વોરમાં સામેલ ચાર આરોપીઓની ઓળખ હિમાંશુ, સતીશ, જતીન અને નવીન ઉર્ફે બોક્સર તરીકે થઈ છે. જ્યારે ૨ આરોપીઓ હિમાંશુ અને સતીષે રાજુ ઠેઠ હાઉસની સામે સ્થિત ઝ્રન્ઝ્ર કોચિંગમાં રજિસ્ટ્રેશન કરાવ્યું હતું.

આ હત્યાની જવાબદારી લોરેન્સ ગેંગના હિસ્ટ્રીશીટર રોહિત ગોદારા નામના ફેસબુક આઈડી પરથી લેવામાં આવી છે. આનંદપાલ અને બલબીર બાનુડાની હત્યાનો બદલો લેવામાં આવ્યો હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રોહિત ગોદરાએ લખ્યું છે કે, હું હત્યાની જવાબદારી લઉં છું બદલો પૂર્ણ થઈ ગયો છે. ઘટનાની જવાબદારી લેનાર રોહિત ગોદારા હાલમાં અઝરબૈજાનના લોરેન્સ અને ગોલ્ડીની ક્રાઈમ કંપનીને ઓપરેટ કરે છે તે ભારતમાં વોન્ટેડ છે. ફરાર થવા દરમિયાન દીપક ટીનુને શેલ્ટર અને ગ્રેનેડ આપવામાં રોહિતનો હાથ હતો.

ગેંગસ્ટર રાજુ ઠેઠ અને આનંદપાલ વચ્ચે દુશ્મનાવટ હતી. આનંદપાલની હત્યા બાદ તેની ગર્લફ્રેન્ડ લેડી ડોન અનુરાધાએ લોરેન્સ બિશ્ર્નોઈ અને કાલા જાથેડી સાથે હાથ મિલાવ્યા હતો. એવું માનવામાં આવે છે કે લોરેન્સ અને કાલા જાથેડી ગેંગે મળીને રાજુ ઠેહઠની હત્યા કરી હતી. પરંતુ લેડી ડોન અનુરાધાએ આ હત્યામાં તેની ભૂમિકા હોવાનો સ્પષ્ટ ઈનકાર કર્યો છે. તેણે કહ્યું કે તેણે ક્રાઈમ છોડી દીધુ છે. અનુરાધાએ કહ્યું કે, મારે આ હત્યાકાંડ સાથે કોઈ લેવાદેવા નથી.