
ધોધંબા,
ધોધંબા તાલુકાના રાજગઢ ફોરેસ્ટ વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર તરીકે ફરજ બજાવતા કર્મચારી કચેરીમાં કામગીરી કરતા હતા.તે દરમિયાન સાંજના ૫.૧૫ વાગ્યાના સમયે હાર્ટ એટેક આવતાં મોત નિપજાવા પામ્યું છે.
ધોધંબા તાલુકાના રાજગઢ રેન્જ ફોરેસ્ટ કચેરીમાં રાઉન્ડ ફોરેસ્ટ તરીકે ફરજ બજાવતા જયેશભાઇ કાંતિભાઇ શ્રીમાળી કચેરીમાં દફતરી કામગીરી કરતા હતા. તે દરમિયાન સાંજના ૫.૧૫ કલાકે અચાનક હાર્ટ એટેક આવતા તેઓને ધોધંબા રેફરલમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં હાજર તબીબ દ્વારા તેવો ને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા.