જૂનાગઢ જિલ્લામાં ત્રણ ગંભીર બનાવો:અયુબે લગ્નની લાલચ આપી યુવતીને અજમેર લઈ જઈ દુષ્કર્મ આચર્યુ, કંડક્ટર પર હુમલો અને દારૂની કાર જપ્ત

ચોરવાડ પોલીસે એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે. 19 વર્ષીય યુવતી 13 માર્ચના રોજ ગુમ થઈ હતી. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સથી યુવતીને રાજસ્થાનના અજમેરથી શોધી કાઢી હતી. આરોપી અયુબ ઉર્ફે મુર્સદ અબ્દુલ ચાવડાએ પોતે અપરણિત હોવાનું જણાવી લગ્નની લાલચ આપી હતી. તેણે યુવતીનું અપહરણ કરી ભાવનગરની હોટલ અને અજમેરમાં દુષ્કર્મ આચર્યું હતું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે.

બીજા બનાવમાં, સોમનાથથી જૂનાગઢની બસમાં એક મુસાફર ઈમરાન દરજાદાએ કંડક્ટર પંજાબસિંહ ચૌહાણ સાથે ઝઘડો કર્યો. જૂનાગઢ સ્ટેશને ઉતરવાનું કહેતા મુસાફરે ગાળાગાળી કરી કંડક્ટર પર હુમલો કર્યો. બી ડિવિઝન પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.

ત્રીજો બનાવ બિલખાના નવા પીપળીયા વિસ્તારમાં બન્યો. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક ફોરવ્હીલ (GJ-06-EH-1332)માંથી 365 લીટર દેશી દારૂ જપ્ત કર્યો. કાર ચાલક ફરાર થઈ ગયો. પોલીસે કુલ રૂ. 3.73 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. PSI એમ.એમ. હિંગોરા તપાસ કરી રહ્યા છે.