નવીદિલ્હી,
ભારતે એક ડિસેમ્બર ૨૦૨૨ માં જી ૨૦ દેશોની અધ્યક્ષતા સંભાળી છે. અને જી૨૦ દેશો પાસેથી ભારતને સતત સમર્થન મળી રહ્યુ છે. અને ભારતને લઇને જી૨૦ શક્તિશાળી દેશોએ ઘણી આશા છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન બાદ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈકોએ પણ ટ્વીટ કરીને ભારતના વખાણ કર્યા છે. અને તેણે કહ્યુ કે, તેને વિશ્વાસ છે કે, ભારતના નેતૃત્વમાં દુનિયા વિકાસના એક નવા રસ્તા પર આગળ વધશે.
ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમૈનુએલ મૈક્રોએ રવિવારે ટ્વીટર પર ભારતના જી ૨૦ નેતૃત્વમાં ઉંડો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. અને ક્યુ છે કે, એક પૃથ્વી, એક પરીવાર, એક ભવિષ્ય. ભારત જી૨૦ ની અધ્યક્ષતા સંભાળી છે અને મને મારા મિત્ર નરેન્દ્ર મોદી પર પુરો વિશ્વાસ છે. તે આપણને શાંતિ અને સ્થિર દુનિયા બનાવા માટે એક એક કરીને બધાને સાથે લાવશે.
ઇમૈનુએલ મૈક્રો અને પીએમ મોદીના કાર્યકાલમાં ભારત અને ફ્રાંસ ઘણા નજીક આવ્યા છે. અને બંને દેશો વચ્ચે રક્ષા ક્ષેત્રમાં કેટલાક મહત્વના સમજુતી થઇ છે. ભારતે ફ્રાંસ પાસેથી રાફેલ ફાઇટર જેટ ખરીદ્યા છે. તો ઇન્ડ પેસિફિક માં પણ ભારત અને ફ્રાંસ મહત્વની ભાગીદારીની તરફદારી કરી રહ્યા છે.
ફ્રાંસીસી રાષ્ટ્રપતિ મૈક્રો પહેલા શુક્રવારે માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહિમ મોહમ્મદ સોલિહએ પણ ભારતને ઓપચારીક રૂપથી જી ૨૦ ની અધ્યક્ષતા લેવા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને શુભકામના આપી છે. તેણણે ટ્વીટર પર કહ્યુ કે, જી૨૦ની અધ્યક્ષતા ગ્રહણ કરતા ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , ભારત સરકાર અને ભઆરતના લોકોને શભકામના પાઠવી હતી. મને ભારતના નેતૃત્વ પર પુરો વિશ્વાસ છે. ભારત કૂટનીતિની સાથે સાથે સામાન્ય સહમતીને પ્રોત્સાહન આપશે. વાતચીતની સાથે જ વિશ્વ ના પ્રમુખ મુદ્દાઓ પર ચર્ચા કરશે.