
ધંધુકા તાલુકાના પચ્છમ નામના ગામમાં સરસ્વતી બક્ષીપંચ કુમાર છાત્રાલય છે. ત્યાં સગીર વયના બાળકોએ અત્યંત ગંભીર પ્રકારનો ગુનો કર્યાનું સામે આવતાં ગુજરાતભરમાંથી ફીટકાર વરસી રહ્યો છે. આ છાત્રાલયમાં 11 અને 12 ધોરણમાં ભણતા સગીરોએ 9મા ધોરણના વિદ્યાર્થી સાથે દસ દિવસમાં ચારેક વખત સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. છેલ્લે છેલ્લે તો માર મારીને તેની પૂંઠમાં લાડકી ઘૂસાડવાનો પ્રયાસ કર્યો હતો. ગંભીર કહી શકાય એવી આ ઘટનામાં પોલીસ એક્ટિવ થઈ ગઈ છે.પણ સવાલ એ છે કે ગુજરાતના છેવાડાના નાના એવા એક ગામમાં આવો ઘૃણાસ્પદ કિસ્સો બન્યો તો ગામડાંઓના બાળકોની માનસિકતા સામે પણ સવાલો ઊભા થાય તેમ છે.
9મા ધોરણના જે બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય થયું અને પૂંઠમાં લાકડી ઘૂસાડવાનો પ્રયાસ થયો તે બાળકનો વીડિયો ઉતારી વાયરલ કરી દેતાં આ ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. વીડિયોમાં એવું દેખાય છે કે એક વિદ્યાર્થી આ બાળકને નિર્વસ્ત્ર કરીને સૂવાડીને જકડી રાખે છે અને બીજો વિદ્યાર્થી પૂંઠમાં લાકડી નાખવાનો પ્રયાસ કરતો દેખાય છે. વીડિયો વાયરલ થયા બાદ એક્ટિવ થયેલી પોલીસે ભોગ બનનારા વિદ્યાર્થીની ઓળખ મેળવી હતી અને તેમના વાલીને પોલીસ ફરિયાદ કરવા સમજાવ્યા હતા. ભોગ બનેલા બાળક પાસેથી અત્યાચાર કરનારા વિદ્યાર્થીઓના નામ મેળવી તેમની સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ આખી ઘટનામાં સૌથી ગંભીર અને સમાજ માટે લાલબત્તી સમાન બાબત એ છે કે, ભોગ બનનાર અને અત્યાચાર કરનારા વિદ્યાર્થીઓ સગીરવયના છે.