રાજ્યના જિલ્લા અને મનપાને નવા ભાજપ પ્રમુખો મળ્યાં:મહેસાણા, નવસારી, ગાંધીનગરમાં જિલ્લા પ્રમુખ રિપીટ, તો વડોદરા શહેર ભાજપના નવા પ્રમુખ ડો. જયપ્રકાશ સોની

ગુજરાતના મોટાભાગના જિલ્લા અને શહેરને આજે નવા ભાજપ પ્રમુખ મળ્યાં છે. ભાજપે 33 જિલ્લા અને મહા નગરપાલિકામાંથી પ્રમુખની યાદી તૈયાર કરી છે. આ સાથે વર્તમાન પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના કાર્યકાળ થતાં નવા ભાજપ પ્રદેશ પ્રમુખની પણ જાહેરાત થાય તેવી શક્યતાં છે. તો આવો જાણીએ, ક્યાં જિલ્લામાં કયા નવા પ્રમુખોની નિમણૂક કરવામાં આવી…

બનાસકાંઠા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે કીર્તિસિંહ વાઘેલા રિપીટ

પાલનપુરના ચડોતર પાસેના કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ઉપપ્રમુખ જયંતિભાઈ કવાડિયા ,ક્લસ્ટર ઇન્ચાર્જ જયસિંહ ચૌહાણની ઉપસ્થિતમાં કરાઈ વરણી.

જૂનાગઢમાં નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત થઈ,

ચંદુભાઈ મકવાણાને જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઈ કુંડારિયાએ નવા જિલ્લા ભાજપ પ્રમુખના નામની જાહેરાત કરી , તો આ સાથે જુનાગઢ શહેર ભાજપ પ્રમુખ તરીકે ગૌરવ રૂપારેલિયાની નિયુક્તિ કરાઇ છે. બે વખત જૂનાગઢ શહેર પ્રમુખ રહેલા પુનિત શર્માની જગ્યા ગૌરવ રૂપારેલિયા કામ કરશે..

નર્મદા જિલ્લા ભાજપના નવા પ્રમુખ પદે નીલ રાવની નિયુક્તિ કરાઇ છે.

નીલ રાવ નર્મદા જિલ્લા મહામંત્રી હતા

ગાંધીનગર જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે અનિલ પટેલને રિપિટ કરાયા છે.

એટલે કે અનિલ પટેલને ગાંધીનગર જિલ્લા પ્રમુખ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે.ભાજપ પ્રદેશ મહામંત્રી રજની પટેલે આ વાતની સ્પષ્ટતા કરી. અનિલ પટેલે ગાંધીનગર જિલ્લા ભાજપ તરીકે પોતાની વરણીને લઇને પ્રતિક્રિયા આપતા કહ્યું કે મેં પક્ષની ઇચ્છા અનુસાર કામ કર્યું તેનું મને પરિણામ મળ્યું છે.

સુરત જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ભરત રાઠોડને રિપીટ કરાયા છે..

હળપતિ સમાજ માંથી આવતા ભરત રાઠોડ ઉપર સંગઠન અને સ્થાનિક કાર્યકરોએ વિશ્વાસ જાળવી રાખ્યો છે.અગાઉ સંદીપ દેસાઈ ભાજપના સુરત જિલ્લાના પ્રમુખ હતા, પરંતુ ચોર્યાસી બેઠક પર થી ધારાસભ્ય બનતાં પ્રમુખ પદે ભરત રાઠોડની વરણી કરાઈ હતી, અને હવે તેમને ફરીએકવાર રીપીટ કરી તેમને જ આ પદ પર યથાવત રખાયા છે.

અમરેલી જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે અતુલ કાનાણીની નિમણુંક કરાઇ છે..

અતુલ કાનાણી અગાઉ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ રહી ચૂક્યા છે

નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ પદે ભુરાલાલ શાહને રિપીટ કરાયા છે

ભુરાલાલ શાહ નવસારી જિલ્લા ભાજપ તરીકે જ પદ પર કાર્યરત છે અને.. તેમને આગળ યથાવત રખાયા છે.. 2020 થી ભુરાલાલ શાહ જિલ્લા ભાજપ તરીકે ફરજ બજાવી રહ્યા છે. ભુરાલાલ શાહની નવસારી જિલ્લા ભાજપ તરીકેની બીજી ઈનિંગ શરૂ થઇ છે. ભાજપના આગેવાનોએ તેમને શુભેચ્છા પાઠવી હતી

વડોદરા શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીની નિમણૂક

વડોદરા શહેરના ભાજપા પ્રમુખ તરીકે ડો. જયપ્રકાશ સોનીની નિમણૂક કરવામાં આવી છે. આજે પ્રદેશ ભાજપાના પૂર્વ મંત્રી અને કસ્ટર ઇન્ચાર્જ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રમુખ પદનું મેન્ડેડ લઈ આવ્યા હતા. અને શહેર ભાજપા કાર્યાલય ખાતે સાસંદ ડો. હેમાંગ જોશી, મેયર પિન્કીબેન સોની, ધારાસભ્યો, કાઉન્સિલરો અને કાર્યકરોની ઉપસ્થિતિમાં નામની જાહેરાત કરવામાં આવી હતી.