ગોધરામાં ઓઇલની દુકાનમાં ભીષણ આગ:મધ્યરાત્રીએ લાગેલી આગમાં 6 દુકાનો બળીને ખાખ, 5 મકાનો ખાલી કરાવ્યા

ગોધરા શહેરના રેલવે સ્ટેશન વિસ્તારમાં મધ્યરાત્રીએ એક ઓઇલની દુકાનમાં આકસ્મિક આગ લાગી હતી. આ ઘટના રાત્રે બે વાગ્યાના સુમારે બની હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આજુબાજુની છ દુકાનો પણ તેની ઝપેટમાં આવી ગઈ હતી.

આગની ગંભીરતાને જોતાં ગોધરા ઉપરાંત શહેરા, લુણાવાડા, કાલોલ અને હાલોલની ફાયર બ્રિગેડની ટીમોને બોલાવવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગ પર કાબू મેળવ્યો હતો.

સુરક્ષાના ભાગરૂપે આજુબાજુના પાંચ મકાનોને ખાલી કરાવવામાં આવ્યા હતા. આગની ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. જો કે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી. આગની ઘટનાને કારણે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.