
વડાપ્રધાન ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે છે. ત્યારે આજે વહેલી સવારે એમણે ગીર સફારીમાં સિંહદર્શન કર્યાં હતાં. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વનવિભાગના ઉચ્ચકક્ષાના અધિકારીઓ સાથે વડાપ્રધાનના કાફલાનો ભંભાફોળ નાકાથી પ્રવેશ થયો હતો અને રૂટ નંબર બે ઉપરથી ખુલ્લી જિપ્સીમાં વડાપ્રધાને સિંહદર્શન કર્યાં હતાં. આ દરમિયાન વડાપ્રધાને ગીર સફારીમાં કરેલા ફોટોશૂટની કેટલીક તસવીરો સામે આવી છે.




