ભાવનગર,
રાજકોટમાંથી એક્તરફી પ્રેમનોં આઘાતજનક કિસ્સો સામે આવ્યો છે. જેમાં પરિણીત મહિલાએ મળવાની ના પાડતા એક્તરફી પ્રેમીએ બાળકનું અપહરણ કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે. આ મામલે આરોપીની ધરપકડ થતા આ આખો મામલો સામે આવ્યો છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, બોટાદના સરવા ગામમાં રહેતી પરિણીતા સુમિતા બુધાભાઈ અણીયાળીયા તેના ચાર વર્ષનાં પુત્ર પ્રકાશને લઈને અમરાપુર ગામમાં નણંદની દીકરીના લગ્ન પ્રસંગમાં ગઈ હતી. જ્યાં તેનો પુત્ર અચાનક ગુમ થઇ ગયો હતો. જેથી બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ તપાસમાં બાળકનું અપહરણ થયાનું સામે આવ્યું હતુ.
જેથી પોલીસે હરેશ ભોપાભાઈ ગ્રાભડીયા (રહે-વીરવા,તા.જી.-બોટાદ) ને ઝડપી પાડ્યો હતો. જેની કડક પૂછપરછમાં તેણે ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. જેમા સામે આવ્યું હતુ કે, તેણે બાળકનું અપહરણ કરી બોટાદના સૈઈડા ગામના ડેમમાં ફેંકી દીધાનું કબૂલ્યું હતુ.
નોંધનીય છે કે, સુમિતાનાં લગ્ન બુધાભાઇ સાથે આશરે છ વર્ષ પહેલા થયા હતા. તેમને ચાર વર્ષનો પ્રકાશ નામનો દીકરો હતો. સુમિતાને હરેશ ગ્રાભડિયા એક્તરફી પ્રેમ કરતો હતો અને તેને હેરાન પણ કરતો હતો. હરેશને ખબર પડી હતી કે તે લગ્ન પ્રસંગે બહાર આવી છે તેથી તેને સુમિતાને મળવા બોલાવી હતી. પરંતુ સુમિતાએ તેને મળવાની ના પાડી દીધી હતી. જેથી હરેશને ખોટું લાગતા તેના ચાર વર્ષનાં બાળકનું અપહરણ કરીને હત્યા નીપજાવી નાંખી હતી.
જૂનાગઢમાં પણ હત્યાના કેસમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. જેમાં ગત ૨૮ તારીખના રોજ ઝેરી પીણું પીવાથી બે વ્યક્તિના સ્થળ પર મોત થયા હતા. આ મામલે ખૂબ જ ઊંડાણપૂર્વકની તપાસ કરતાં પોલીસને સફળતા મળી છે. મૃતક રફીક ઘોઘારીની પત્નીએ તેના પ્રેમી આસિફ ચૌહાણ સાથે મળી પતિની હત્યા કરી હોવાનું ખુલ્યું છે. મૃતક રફીક રીક્ષામાં સોડાની બોટલમાં પોટેશિયમ સાઈનાઈટ મેળવ્યું હતું. રીક્ષામાં રહેલા સોડા પીતા રફીક ઘોઘારીનું સ્થળે મોત થયું હતું. આટલું જ નહીં, તે સોડા તેના મિત્ર ભરત ઉર્ફે જોને પણ પીધી હતી. આમ, બન્નેના સ્થળ પર જ મોત થયા હતા.