
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં NEET પરીક્ષાના આયોજન માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જય જલારામ ઈન્ટરનેશનલ સ્કૂલને ફાળવવામાં આવેલું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે.
પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેક્ટરની આગેવાનીમાં વિશેષ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં જિલ્લા પોલીસ વડા, શિક્ષણ અધિકારી, ગોધરા કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય શાળાના આચાર્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.ગત વર્ષે NEET પરીક્ષા દરમિયાન થયેલા કૌભાંડની તપાસ પોલીસ અને સીબીઆઈએ કરી હતી. આ કેસમાં કેટલાક જવાબદાર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.
આ વર્ષે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે સમિતિ વિશેષ તકેદારી રાખશે. સમિતિ પરીક્ષા આયોજન અંગેની તપાસનો રિપોર્ટ NTA સમક્ષ રજૂ કરશે. વિશેષ નોંધનીય બાબત એ છે કે આ વખતે ખાનગી મકાનને બદલે સરકારી મકાનનો ઉપયોગ પરીક્ષા કેન્દ્ર તરીકે કરવામાં આવશે.