
26 ફેબ્રુઆરી, એટલે કે આજે અમદાવાદનો સ્થાપના દિવસ અને મહાશિવરાત્રિનું મહાપર્વ છે. 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળી માતા પ્રથમ વખત નગરયાત્રાએ નીકળ્યાં હતાં.
રાજ્યના સહકારમંત્રી જગદીશ પંચાલ અને અમદાવાદનાં મૈયર પ્રતિભા જૈન દ્વારા 7.45 વાગ્યે પહિંદવિઘિ કરી રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. 6.25 કિ.મી. લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈભક્તો ઊમટ્યા હતા. જ્યારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા માતાજીને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. ત્યાર બાદ ઢોલ, નગારાં, શરણાઈ, ધજા- ખુલ્લી જીપ અને વાહનો સાથે રથયાત્રા નીકળી હતી. આ રથયાત્રામાં અનેક અખાડા પણ જોડાયા હતા.

નગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણનગરદેવી ભદ્રકાળી માતાજીની યાત્રા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ છે. માતાજીનો રથ નિજ મંદિરે પરત પહોંચ્યો છે.લાલ દરવાજા ખાતે AMTSના કર્મચારીઓએ માતાજીના દર્શન કર્યા
લાલ દરવાજા ખાતે AMTSના કર્મચારીઓ અને હોમગાર્ડના જવાનો દ્વારા પણ માતાજીને ફુલહાર કરીને દર્શન કરવામાં આવ્યા હતા. માતાજીનું સ્વાગત કરી ફુલહાર કરવામાં આવ્યા હતા.
