પંચમહાલ જિલ્લામાં આજે કોરોના સંક્રમણના નવા ૨૮ કેસો

  •  ૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા અપાઈ
  •  હાલની સ્થિતિએ ૨૩૧ વ્યક્તિઓ સારવાર હેઠળ
  •   કુલ કેસનો આંક ૨૧૩૮ થયો,

ગોધરા,

પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૨૮ નવા કેસ મળી આવતા સંક્રમણના કુલ કેસની સંખ્યા ૨૧૩૮ થઈ છે.  આજે ૨૬ દર્દીઓને સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા હાલની સ્થિતિએ જિલ્લામાં ૨૩૧ સક્રિય દર્દીઓ રહ્યા છે, જેમની સારવાર હાથ ધરવામાં આવી રહી છે. નવા મળી આવેલા કેસો પૈકી જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી ૧૫ કેસો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૩ કેસ મળી આવ્યા છે. ગોધરા શહેરમાંથી ૦૨ અને હાલોલ શહેરમાંથી ૦૯ તેમજ કાલોલ શહેરમાંથી ૦૪  કેસ મળી આવ્યા છે. શહેરી વિસ્તારોમાં સંક્રમણના કુલ ૧૬૮૨ કેસ નોંધાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં ગોધરા ગ્રામ્યમાંથી ૦૩, હાલોલ ગ્રામ્યમાંથી ૦૨, કાલોલ ગ્રામ્યમાંથી ૦૪, શહેરા ગ્રામ્યમાંથી ૦૩ અને ઘોઘંબા ગ્રામ્યમાંથી ૦૧ કેસ મળી આવ્યા છે.  જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સંક્રમણના કેસોની કુલ સંખ્યા ૪૫૬ થવા પામી છે. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૨૬ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે હોસ્પિટલમાંથી રજા મેળવનાર દર્દીઓની કુલ સંખ્યા ૧૮૦૫ થવા પામી છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસોની સંખ્યા ૨૩૧ થઈ છે, જેમની સારવાર ચાલી રહી છે.        

આજે પોઝીટીવ આવેલ ની યાદી

Don`t copy text!