અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૫ હજાર ૫૯૯ બુથ પર મતદાન થશે.

અમદાવાદ,

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કા માટે ૫મી ડિસેમ્બરે મતદાન યોજાવાનુ છે. અમદાવાદ જિલ્લાની ૨૧ વિધાનસભા બેઠકો પર વહીવટી તંત્ર સજ્જ છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કુલ ૫ હજાર ૫૯૯ બુથ પર મતદાન થશે. દરેક વિધાનસભામાં ૭ સખી બુથ હશે જે સંપૂર્ણ મહિલા સંચાલિત હશે.અમદાવાદમાં ૧૧ જગ્યાએ તંબુ ઉભા કરીને મતદાન મથક ઉભા કરવામાં આવ્યા છે. પોલિંગ સ્ટાફની ટ્રેનિંગ પૂર્ણ કરવામાં આવી છે. તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

આવતીકાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન થવાનું છે. ત્યારે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે. આજે ઈફસ્, ફફઁછ્ મશીન સહિતની અન્ય મતદાન સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. તમામ મતદાન કેન્દ્રો પર મતદાનની સામગ્રી પહોંચાડવાની કામગીરી કરવામાં આવી. કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય તે માટેની પૂરતી તકેદારી રાખવામાં આવી છે. આવતીકાલે વ્યવસ્થિત રીતે મતદાન પૂર્ણ થયા બાદ પોતાની સામગ્રી જમા કરાવવાની રહેશે.

અમદાવાદમાં ઈવીએમ સહિત બુથ પરની સામગ્રી લઈને કર્મચારીઓ જે તે બુથ પર જવા નીકળી રહ્યા છે. દરેક બુથ પરના ઈવીએમ સાથે રિઝર્વ ઈવીએમ પણ છે. મતદાન પૂર્ણ થયા બાદ જે ઈવીએમમાં મત પડ્યા હશે, તે ઇવીએમને સુરક્ષાકર્મીઓ સાથે રાખી મતગણતરી સેન્ટર પર લઈ જવામાં આવશે. જ્યારે મત ન પડ્યા હોય તેવા રિઝર્વ ઈફસ્ને વેરહાઉસમાં લઈ જવાશે. ઈફસ્ને પણ ચાર કેટેગરીમાં વહેંચવામાં આવશે. એ કેટેગરીમાં નોર્મલ વોટિંગ, બી કેટેગરીમાં રિપ્લેસમેન્ટમાં વોટ થયા તેવા, સી કેટેગરીમાં મોકપોલ અને ડી કેટેગરીમાં વપરાયા નથી તેવા ઈવીએમનો સમાવેશ કરાયો છે. કુલ ૫ હજાર ૫૯૯ મતદાન મથકોમાંથી ૨ હજાર ૮૦૦ મથકો પર સીટીવીથી મોનિટરિંગ થશે. મતદાન માટે કુલ ૯ હજાર ૧૫૪ સીયુ મશીન, ૯ હજાર ૧૫૪ બીયુ મશીન અને ૯ હજાર ૪૨૫ વીવીપીએટી મશીન વહેંચવામાં આવ્યા છે.