પ્રયાગરાજના યુટ્યૂબરે કુંભ સ્નાન કરતી મહિલાઓના વીડિયો અપલોડ કર્યા:મુખ્ય આરોપી પ્રાંજલ તૈલી પાસે મેન્યૂ કાર્ડ સાથે 22 ટોપિક પરના 2000 વીડિયો, પ્રિમિયમ ગ્રુપ માટે સબ્સક્રિપ્શન હતું

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે મહિલાઓના ચેકઅપ સમયના આપત્તિજનક સીસીટીવી ફૂટેજ વેચવાના કૃત્ય કરનાર ત્રણેય નરાધમો પ્રજવલ અશોક તૈલી, ચંદ્રપ્રકાશ ફુલચંદ અને પ્રજ રાજેન્દ્ર પાટીલને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. જ્યાં સરકારી વકીલ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

પ્રયાગરાજના યુટ્યુબરના મોબાઈલમાંથી કુંભમાં નહાતી મહિલાઓના વીડિયો અપલોડ થયા હોવાની અમદાવાદ સાયબર ક્રાઇમ ડીસીપી લવિના સિન્હાએ 21 ફેબ્રુઆરીની સવારે ભાસ્કર સમક્ષ પુષ્ટી કર્યા બાદ બપોર પછી પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું કે, આ અંગે 17 તારીખે ફરિયાદ નોંધાઈ હતી. સાયબરની બે ટીમ અને ક્રાઈમ બ્રાન્ચની એક ટીમ બહાર ગઈ હતી. હજુ પણ અનેક ટીમો આ તપાસમાં બહાર લાગી છે. 100થી ઉપર મેમ્બરો પ્રિમિયમ ગ્રુપમાં હતા. 500થી વધુ મેમ્બર ડેમો ગ્રુપમાં હતાં. અત્યાર સુધી પકડાયેલા મુખ્ય આરોપીઓમાં તૈલી છે. ટેકનિકલ આરોપી જેણે આખું સેટઅપ ગોઠવ્યું તે હજી પકડથી દૂર છે.

2000થી વધુ વીડિયો અનેક ગ્રુપમાં મુક્યા અમદાવાદ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાયા બાદ અને અક કલમનો ઉમેરો કર્યો. ફરિયાદમાં કલમનો ઉમેરો કર્યો બાદ ત્રણ આરોપી પકડાયા છે. જેમાં પ્રાંજલ તૈલી, પ્રજ રાજેન્દ્ર પાટીલ અને ચંદ્રપ્રકાશ ફૂલચંદની ધરપકડ કરી છે. આ લોકોની તપાસ દરમિયાન પ્રાંજલ તૈલી મુખ્ય આરોપી છે. તેણે તેના મિત્ર સાથે આ ગ્રુપ ચલાવતા હતાં. યુટ્યુબની ચેનલો ચલાવતા હતાં. આ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે, તેમની પાસે 2000થી વધુ આવા વીડિયો છે અને અનેક ગ્રુપમાં આ વીડિયો છે.

આ લોકો પાસે આખું મેન્યુ કાર્ડ હોય છે. જેમાં કેવા પ્રકારના વીડિયો જોવા તે પ્રકારનું મેન્યુ હોય છે. 22 ટોપિક પરના વીડિયો, જે પ્રોનોગ્રાફિ અને અશ્લિલ કન્ટેન્ટના વીડિયો છે. આ આરોપીઓ 800થી 2 હજાર રૂપિયામાં વીડિયો વેચતા હતા. આમાં મુખ્ય હોસ્પિટલના ઘણા વીડિયો છે. અન્ય રાજ્યની હોસ્પિટલના અને 60થી 70 અલગ-અલગ જગ્યાના વીડિયો છે. હોસ્પિટલ ઉપરાંત લેબર રૂમ, ઈન્જેકશન રૂમ, મેડિકલ એક્ઝામિનેશનના વીડિયો છે. બસ સ્ટેન્ડ, મેરેજ હોલના, પાર્લરના, ગંગા રિવર સ્નાન સહિતના અનેક પબ્લિક પ્લેસના વીડિયો મળ્યાં છે. આ આરોપીઓ ત્રણ યુટ્યુબ ચેનલ પર મુકતા હતાં. તથા મેઘા ડેમોઝ કરીને ટેલિગ્રામ ચેનલ હતી તેના પર આ લોકો વીડિયો વેચતા હતાં. આ વીડિયોની કિંમત 800થી 2000ની હતી. જે પ્રાંજલ તૈલી છે તે સાત-આઠ મહિનામાં 8થી 9 લાખ રૂપિયા કામી ચૂક્યો છે.

પ્રાંજલ તૈલી સાથે તેનો મિત્ર પણ છે જેનું નામ આમાં સામે આવ્યું છે અને તેની તપાસ ચાલું છે. પાટીલ અને તૈલી બન્ને સંપર્કમાં હતાં. બન્ને મહારાષ્ટ્રના લાતુરની આજુબાજુના રહેવાસી છે. આ લોકો છથી આઠ મહિનાથી આ કામમાં સંકળાયેલા હતાં. ત્રીજો આરોપી ચંદ્રપ્રકાશ છે એ સિટી મોંડા કરીને યુટ્યુબ ચેનલ ચલાવતો હતો અને તે પ્રયાગરાજનો છે. આ એક-બે મહિનાથી જ આ કામમાં સંડોવાયેલો હતો. સિટી મોંડા ચેનલમાં તેણે આ વીડિયો મુક્યા છે.

મહાકુંભના વીડિયો પણ ચેનલમાં મુક્યાં ચંદ્ર પ્રકાશ નામના આરોપીએ કુંભના વીડિયો ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબના વીડિયો મેકમાંથી ઉપલબ્ધ કર્યાં અને પછી તેણે પોતાની ચેનલ પર અપલોડ કર્યા હતા. આમાં બે ટેલિગ્રામ આઇડી મળ્યા છે. બે ટાઈપના ટેલિગ્રામના ગ્રુપ ચલાવત હતાં. જેમાં ટેલીગ્રામમાં ડેમોસ રેગ્યુલર અને ડેમોસ પ્રિમિયમ ગ્રુપ ચલાવતા હતા. આ ગ્રપમાં જ આ પ્રકારના વીડિયો મુકતા હતાં. ડેમોસ રેગ્યુલર ગ્રુપમાં જનરલ અને થોડા જ વીડિયો મુકતા હતાં. જ્યારે પ્રિમિયમ ગ્રુપમાં વધારે પૈસા હતાં અને લોકો આમાં વધારે એડ થતાં તેઓ આમાં વધારે વીડિયો મુકતા હતાં.

તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, આ લોકો સીસીટીવી હેક કરતા હતાં. હેકર્સમાં આ લોકોનો એક મિત્ર સીસીટીવી હેક કરવામાં હોશિયાર હતો. તેના ચોર્ચથી આ લોકો વીડિયો મેળવતા હતાં. આ મામલે પણ અમારી તપાસ ચાલું છે. આ લોકો કોઈ દબાણથી નહિ પણ હેક કરીને જ વીડિયો મેળવતા હતાં.

યંગસ્ટરની વીડિયો જોવાની ટેવની ધ્યાને લઈ ધંધો શરૂ કર્યો એ લોકોને આ વિચાર સ્ટુડન્ટમાં ખાસ યંગ જનરેશનમાં આવા વીડિયો જોવાની ટેવ હોય છે અને આમાં ડિમાન્ડ જોવા મળાતા આ ધંધો શરૂ કર્યો હતો. માત્ર પૈસા કમાવા માટે જ આ લોકોએ વીડિયોનો ધંધો શરૂ કર્યો હતો. હેકર્સ મામલે અમારી તપાસ ચાલુ છે. આ લોકોને મિત્ર મિની કરીને છે તે હેકર્સ છે. હજુ એક નામ છે જે અમને ટેલિગ્રામથી મળ્યું છે. મહારાષ્ટ્રના જે બે આરોપી છે અને બીજા ઓરોપીઓ સતત કોન્ટેક્ટમાં છે. ટેલિગ્રામમાં પણ સાથે છે. જે પ્રયાગરાજ વાળો આરોપી છે તે આ લોકોના કોન્ટેક્ટમાં નથી. તેણે જે વીડિયો મળતા હતાં તે વીડિયો તે મુકતા હતાં. ચંદ્રપ્રકાશ છે તે પ્રયાગરાજનો છે. તપાસમાં વિદેશના એન્ટાલીયા, જ્યોરજિયા, રોમાનિયાના આઇપી એડ્રેસ મળ્યા છે.

હાલમાં અમારી તપાસ હેકર્સને લઈને છે. આ લોકોએ કેટલા વીડિયો મુક્યા, કેટલાં પૈસા કમાયા છે તેની પર છે. સાથે આ લોકો કઈ રીતે આ પ્રકારના વીડિયો ટેલિગ્રામ અને યુટ્યુબમાં વેચતા હતાં તેની તપાસ કરવામાં આવશે. આ લોકો સાથે કેટલા લોકો અને કેટલી ગેંગ સામેલ છે તની તપાસ અમે કરીશું.

અમે એવિડન્સ તરીકે સ્ક્રિન રેકોર્ડ કરીને મુવેબલ રિકવેસ્ટ કરી છે. વીડિયોમાં રહેલા લોકોની ગુપ્તતા અને પ્રાઈવસી જણાવાઈ તે માટે યુટ્યુબ અને ગુગલમાં મુવેલની રિકવેસ્ટ મુકી છે. અમારી જાણકારી મુજબ, પ્રયાગરાજમાં અલગ-અલગ ફરિયાદ નોંધાઈ છે. હાલમાં અમને રાજકોટથી જ ફરિયાદ મળી છે. આ લોકોની જનરલ ચેનલમાં 500 જેટલા સબ્સ્ક્રાઇબર્સ હતા, જ્યારે પ્રિમિયમમાં 100 જેટલાં સબ્સ્ક્રાઇબર્સ હતાં. ગ્રપને લઈને પણ તપાસ ચાલી રહી છે.

લોગ જાગૃતિ માટે અભિયાન શરૂ કરીશું આ મામલે અમે આગામી સમયમાં જાગૃતતા માટેનું અભિયાન શરૂ કરવાના છે. જેમાં પબ્લિક પ્લેસ, કોર્પોરેટ પ્લેસ-ઓફિસ, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ, હોસ્પિટલ તમામ જગ્યાએ સીસીટીવી કેવી રીતે સેફ રાખવું, તેની સેક્યુરિટી કેવી રીતે જાણવવી. તથા પાસવોર્ડ નિયમિત રીતે કેમ બદલવું. આઈપી એડ્રેસ પબ્લિક સાથે શેર ન કરવું. એક્સેસ લિમિટેડને આપવી.

800થી 1000 રૂપિયામાં વીડિયો વેચતા હતા: સરકારી વકીલ આ પહેલા બપોરે ત્રણેય આરોપીઓને મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં સરકારી વકીલે આરોપીઓના રિમાન્ડની માગ કરતા કોર્ટને જણાવ્યું હતું કે, આરોપીના મોબાઈલમાંથી 20 ટેલિગ્રામ આઈડી મળી છે. આરોપીઓ વીડિયોના ગ્રુપમાં એડ કરી 800થી 1000 રૂપિયામાં વીડિયો વેચતા હતા.આ ઉપરાંત સબ્સક્રિપ્શનના અલગ-અલગ રેટ લેવામાં આવતા હતા. બેંક એકાઉન્ટ તપાસવા અને અન્ય આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ? તેની તપાસ કરવામાં આવશે. આરોપીની હાજરી વગર ગુનાના મૂળમાં જવું શક્ય નહીં.

મહારાષ્ટ્રનો પ્રજ્વલ તૈલી મુખ્ય આરોપી હોવાનું સામે આવ્યું છે. આઠ મહિનામાં આરોપી લાખો રૂપિયા કમાયો હતો. આરોપી આ વીડિયોને 800 રૂપિયાથી લઈને 2000 રૂપિયા સુધીમાં વેચતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આઈપી એડ્રેસ પોલીસને મળ્યા છે તે રોમાનિયા અને એટલાન્ટાથી હેક થયા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સાથે દેશની 60-70 હોસ્પિટલના વીડિયો હેક કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ ફોટા-વીડિયો વેચી અને પૈસા કમાતા હતા.

બે અલગ અલગ થિયરી પર પોલીસની તપાસ તેજ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજનો ચંદ્રપ્રકાશ વીડિયો અને ફોટા ઓનલાઈન વેચતો હતો. આરોપીની ટેલિગ્રામ ચેનલમાં 100થી વધુ સબસ્ક્રાઇબર છે. હોસ્પિટલ ઉપરાંત થિયેટર, મોલ સહિતના વીડિયો મળી આવ્યા છે. પાયલ હોસ્પિટલના ડેટા હેક કરાયા હતા. પોલીસ પાસે અનેક જાણકારી સામે આવી છે જે મુજબ 2 અલગ અલગ થિયરી પર પોલીસ કામ કરી રહી છે.