સગીરાને સ્નેપચેટથી ફસાવી યુવકે દુષ્કર્મ આચર્યું:સો.મીડિયામાં રિક્વેસ્ટ મોકલીને શરીર સંબંધની માંગણી કરી, ના પાડતા ધમકાવીને બળજબરી કરીને વીડિયો ઉતાર્યો

રાજકોટ શહેરમાં રહેતી અને ધોરણ-11માં અભ્યાસ કરતી 15 વર્ષની સગીરાને સ્નેપચેટ મારફત ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલ્યા બાદ પરિચિત શખસે બે વખત દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આરોપી દ્વારા સગીરા ઘરે હતી ત્યારે ઘરમાં ઘુસી મારી નાંખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો ઉતારીને સગીરાને મોકલી બ્લેકમેઈલ કરતો હતો.

દીકરી પાસે સીમકાર્ડ વગરનો ફોન હતો રાજકોટના જામનગર રોડ પર રહેતાં રિક્ષાચાલકે નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે ધવલ સંજય દાદુકીયાનું નામ આપતાં ગાંધીગ્રામ પોલીસે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ પત્ની અને એક પુત્ર તેમજ 15 વર્ષની પુત્રી સાથે રહે છે. તેઓ રિક્ષા ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. દીકરી ધો.11માં અભ્યાસ કરે છે તેની પાસે સીમ કાર્ડ વગરનો મોબાઇલ છે જે અભ્યાસના વીડીયો જોવા માટે તેની પાસે રાખેલ છે.

પુત્રએ ફોન ચેક કરતાં વીડિયો દેખાયો ગઇ તા.18.02.2025ના રોજ તેમની દીકરી શાળાએ ગઈ હતી દરમિયાન તેમના પુત્રએ દીકરીનો મોબાઈલ ચેક કરતા ઇન્સ્ટાગ્રામ નોટિફિકેશનમાં મેસેજ આવ્યો હતો જેમાં થયેલ વાતચીતની ચેટ વાચી હતી અને બાદમાં સ્નેપ ચેટમાં ધવલ દાદુકીયાના આઈ.ડી.માંથી વાતચીત થયેલ હતી તે જોતા પુત્રીને મોબાઇલમા એક વીડીયો મોકલેલ હતો જેમાં એક યુવાન તેમની પુત્રી સાથે મુખ મૈથુન કરાવતો હતો. આ વીડીયો ફરિયાદીએ પણ જોયેલ અને પુત્રને દિકરીને શાળામાંથી પરત લાવવા કહેતાં તેણીને શાળાએથી ઘરે લઈ આવેલ હતો.

સો.મીડિયામાં રિક્વેસ્ટ મોકલી શરીર સંબંધની માંગણી કરી બાદમાં દીકરીને dhaval302નામની આઈડી તથા સ્નેપ ચેટમાં આવેલ વીડીયો અંગે પુછતા તેણીએ જણાવ્યું હતું કે, હું ધવલ દાદુકીયાને છેલ્લા 6 માહિનાથી ઓળખુ છૂ. હુ મારી પાસે રહેલ સીમ કાર્ડ વગરના મોબાઈલમા ઘરના બીજા મોબાઈલમાંથી વાઈફાઈથી કનેક્ટ કરી યુટ્યુબ પર અભ્યાસના વીડીયો જોતી હોય ત્યારે ધવલની મને સ્નેપ આઇડીમાથી ફ્રેંડ રિકવેસ્ટ આવેલ હતી. જેથી તેની રિકવેસ્ટ એક્સેપ્ટ કરેલ અને બન્ને વચ્ચે મોબાઇલમા વાતચીત થઇ હતી. આરોપી તેણીને બે વખત શાળાએ મળવા આવેલ હતો અને ગઇ તા.05.02.2025 ના સવારના 10.30 વાગ્યાની આસપાસ ઘરે કોઇ હતુ નહિ ત્યારે ધવલ ઘરે આવી અને શરીર સંબંધની માંગણી કરેલ હતી. તેને ના પાડતા મને ધમકી આપી કે, જો તુ મારી સાથે શરીર સંબધ નહિ બાંધે તો હું તને મારી નાખીશ કહીને બળજબરી કરી હતી.

મરજી વિરુધ્ધ બળજબરીથી એક વાર શરીર સંબંધ બાંધ્યો ​​​​​​​થોડી વાર રોકાઈને ઘરમા કોઈને આ બાબતની વાત કરતી નહીં તેમ કહી જતો રહેલ હતો. તે વખતે તેણે મારી જાણ બહાર તેના મોબાઇલમા વીડીયો બનાવી લીધેલ હતો અને બાદમાં તેને તે વીડિયો મારા મોબાઇલમાં ગઈ તા.07.02.2025ના મોકલ્યો હતો. ત્યારબાદ બીજીવાર તા.13.02.2025ના સવારના 10.30 વાગ્યાની આસપાસ આપણા ઘરે કોઈ હતુ નહિ ત્યારે ધવલ ફરી ઘરે આવી અને શરીર સંબંધની માંગણી કરેલ હતી આ સમયે ના પાડતા તેને ધમકી આપી હતી કે, જો તુ મારી સાથે શરીર સંબંધ નહિ બાંધે તો હું તને મારી નાખીશ જેથી તેમ કહી મરજી વિરુધ્ધ બળજબરીથી એક વાર શરીર સંબંધ બાંધ્યો હતો.

જે અંગેની હકીકત સગીરાએ જણાવતા તેઓ પરીવાર સાથે પોલીસ સ્ટેશન આવી અને ફરીયાદ નોંધાવી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી પીઆઈ એસ.આર.મેઘાણી અને ટીમે તપાસ હાથ ધરી આરોપી ધવલ દાદુકીયાને સકંજામાં લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં આરોપી મોરબી કાર વોશિંગની દુકાનમાં કામ કરતો હોવાનું અને અપરિણિત હોવાનું સામે આવ્યું છે.